વડોદરા : મંજુસરની ફ્લોર મિલમાં ઘઉ ભરેલો મોટો ટાંકો તૂટ્યો : ત્રણ કામદારો દટાયા, એકનું મોત

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
વડોદરા : મંજુસરની ફ્લોર મિલમાં ઘઉ ભરેલો મોટો ટાંકો તૂટ્યો : ત્રણ કામદારો દટાયા, એકનું મોત 1 - image


- ઘઉંના ટાંકામાં 300 ટન જેટલો ઘઉનો જથ્થો હતો

વડોદરા,તા.26 માર્ચ 2024,મંગળવાર

સાવલી તાલુકામાં મંજુસર જી.આઇ.ડી.સીમાં આવેલ પૂનમ આટા મિલમાં ગ્રાઈન્ડર મશીન તૂટતા ત્રણ કામદારો દબાયા હતા. આ કરૂણ ઘટનામાં એકનું મોત નિપજ્યું હતું જ્યારે બેને સારવાર અર્થે વડોદરા ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા : મંજુસરની ફ્લોર મિલમાં ઘઉ ભરેલો મોટો ટાંકો તૂટ્યો : ત્રણ કામદારો દટાયા, એકનું મોત 2 - image

 ઉલ્લેખનિય છે કે મંજુસર જીઆઇડીસીમાં આવેલી પૂનમ આટા મીલ ઘઉંને દળીને લોટ બનાવે છે ઘઉ દળવાના મોટા ટાંકામાં 300 ટન જેટલા આશરે ઘઉં હતા. દરમિયાન ૩૦૦ ટન ભરેલ ઘઉનો ટાંકો તુટી પડતા ઘઉંનાં ઢગલાંમા કામદારો દબાયા હતા જેમાં એકનું મોત નિપજ્યું હતું. બે J.C.B મશીન દ્વારા બીજા દબાયેલ કામદારોને બહાર કાઢવા કવાયત હાથ ધરવામાં આવી હતી. કામદારોની ઓળખ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.


Google NewsGoogle News