ઉછીના આપેલા રૂપિયાની માંગણી કરતા માથાભારે ભરવાડે યુવકને માર માર્યો

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
ઉછીના આપેલા રૂપિયાની માંગણી કરતા માથાભારે ભરવાડે યુવકને માર માર્યો 1 - image

image : Freepik

Vadodara Crime News : વડોદરા માંજલપુર વિસ્તારમાં ઉછીના આપેલા રૂપિયા લેવા ગયેલા યુવકને માથાભારે ભરવાડે રૂપિયા આપવાની ના પાડી માર માર્યો હતો. દરમિયાન બૂમાબૂમ કરતા યુવકના મિત્રોએ તેને છોડાવ્યો હતો. ઉપરાંત ભરવાડે યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપતા તેને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

માંજલપુર વિસ્તારમાં યુવા મોલ પાસે આવેલી સોનલ પાર્ક સોસાયટીમાં રહેતા મીલીન કુમાર ઈન્દ્રવદનભાઈ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે જે હું વિઝા સર્વિસનું કામ કરી મારું ગુજરાન ચલાવું છું. રાજુ અલગીતરભાઈ ભરવાડ (રહે, ભરવાડ કોલોની, માંજલપુર)ને માર્ચ-2024માં તેઓને રૂપિયાની જરૂર હોવાથી મેં તેમને રૂ.3.70 લાખની મદદ કરી હતી. મને જાણવા મળ્યું હતું કે રાજુ ભરવાડ કોચર કોલ સેંટરની પાછળ આવેલ વડીલ વિહાર ગાર્ડન બેઠો છે. જેથી હું મારા રૂપિયા લેવા માટે મારા મિત્રો દિપ પરેશ પટેલ તથા સંદિપ અરવિંદભાઇ સરોજ સાથે મારી ઈનોવા કાર લઈને રાજુ ભરવાડ પાસે ગયા હતા અને વડીલ વિહાર ગાર્ડનની બહાર મારી કાર પાર્ક કરી મે મારા મિત્રો દિપ પટેલ તથા સંદિપ સરોજને કારમાં બેસવાનુ કહીને હું રાજુ ભરવાડ પાસે જઈને મારા રૂપિયાની માગણી કરતા તેને રૂપિયા આપવાની ના પાડી હતી. જેથી મેં પોલીસ કેસ કરવાનું જણાવતા તેણે ઉશ્કેરાઈ જઈને મને ગાળો આપીને મારી સાથે છુટાહાથની મારા મારી કરવા લાગ્યો હતો. ઉપરાંત મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. દરમિયાન મેં બૂમાબૂમ કરતા સાભળીને મારો દોડી આવ્યા હતા મને વધુ મારમાંથી છોડાવ્યો હતો. માંજલપુર પોલીસે યુવકની ફરિયાદના આધારે રાજુ ભરવાડ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવાના ચક્ર ગતિમાં કર્યા છે.


Google NewsGoogle News