વડોદરાની સરકારી હોસ્પિટલમાં પણ ઉપરના માળે આઇ.સી.યુ.ના ૧૦૭ બેડ છે
શહેરમાં ૫૦૦ હોસ્પિટલ અને ૩૦૦ ક્લિનિકના ડોક્ટર્સ આજે ઓ.પી.ડી.ની ફરજ નહી બજાવે
વડોદરા,વડોદરાની ત્રણ સરકારી હોસ્પિટલમાં પણ આઇ.સી.યુ. પહેલા, બીજા અને ત્રીજા માળે છે.આ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર માત્ર તાત્કાલિક વિભાગના આઇ.સી.યુ.છે.મોટા ભાગના આઇ.સી.યુ.ના બેડ ઉપરના માળે જ છે.હાઇકોર્ટના ઓર્ડર પછી સરકારી હોસ્પિટલમાં પણ મોટા ફેરફાર કરવા પડશે.
સયાજી હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર તાત્કાલિક વિભાગમાં સર્જિકલ આઇ.સી.યુ. છે.તેમાં દર્દીઓ માટે ૩૫ બેડની વ્યવસ્થા છે.હાલમાં ૮ દર્દીઓ દાખલ છે.જ્યારે સયાજી હોસ્પિટલના પ્રથમ, બીજા અને ત્રીજા માળે મળીને આઇ.સી.યુ.ના ૧૦૦ બેડ છે.કોવિડ વોર્ડમાં પણ પ્રથમ માળે જ આઇ.સી.યુ.છે.ગ્રાઉન્ડ ફ્લોર પર જ આઇ.સી.યુ.બનાવવાનો નિર્ણય કાયમી રહે તો રિનોવેશનની જરૃરિયાત પડશે.
ગોત્રી હોસ્પિટલમાં પણ ગ્રાઉન્ડ ફ્લોર પર તાત્કાલિક સારવાર વિભાગમાં એક આઇ.સી.યુ.છે.જેમાં ૧૪ બેડ છે. જ્યારે પહેલા અને બીજા માળે આઇ.સી.યુ.માં ૩૪ બેડ છે.જે પૈકી કોવિડ અને બીજા રોગના ૨૧ દર્દીઓ દાખલ છે.
જ્યારે રેલવે હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આઇ.સી.યુ.માં ૬ બેડ છે.અને પ્રથમ માળે કોવિડ આઇ.સી.યુ.માં ૮ બેડ છે.ગ્રાઉન્ડ ફ્લોર પરના તમામ બેડ હાલમાં ફૂલ છે.
આવતીકાલે હાઇકોર્ટના ઓર્ડરના વિરોધમાં રાજ્યભરના તમામ ખાનગી હોસ્પિટલના ડોક્ટર ઓ.પી.ડી.સેવા નહી આપે તેવું આઇ.એમ.એ.ના પ્રમુખ ડો.મિતેશ શાહે જણાવ્યું છે.વડોદરામાં અંદાજે ૫૦૦ ખાનગી હોસ્પિટલ છે.જેમાં ૨૦૦ બેડ આઇ.સી.યુ.ના છે.જે પૈકી મોટાભાગના આઇ.સી.યુ.પહેલા, બીજા અને ત્રીજા માળે છે.