વડોદરામાં ફિલ્મી ઢબે મેસરાડના ચાર યુવકોએ કરજણના ખેડૂતનો બાઈક પર પીછો કરી હત્યાનો પ્રયાસ કર્યો
image : Freepik
વડોદરા,તા.03 ફેબ્રુઆરી 2024,શનિવાર
વડોદરા જિલ્લાના કરજણમાં વસતા મૂળ ગામના ખેડૂત પર કરજણ પોલીસમાં જુગારના કેસની બાતમી આપવાના શકને કારણે મેસરાડ ગામના ચાર હુમલાખોરોએ મેસરાડથી સીમળિયા સુધી બાઈક પર પીછો કર્યો હતો અને ધારિયા તેમજ લાકડી વડે ખેડૂત પર તૂટી પડ્યા હતા. અને ફરી બાઈક પાછળ બેસાડી અપહરણ કરી મરી જશે તેમ લાગતા સીમળિયા બસ સ્ટેન્ડ પાસે રોડ પર ફેંકી ચારેય નાસી ગયા હતા.
કરજણ નવા બજારમાં રહેતા ગામના ખેડૂત તુષાર ઘનશ્યામ ભટ્ટે કરજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત રોજ રાતે 1:00 વાગ્યે તેઓ પોતાના ગામ ગયા હતા. ત્યાંથી તેઓ સીમળિયા તરફ જવાના રસ્તામાં આવેલી નહેર પરના વણાક પર બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમને ઇકરામ દાઉદ દાદાભાઇ, ફૈઝલ દાઉદ
દાદાભાઇ, મુબારક દાઉદ દાદાભાઇ અને હુસેન સુમાર સિંધીએ રોકવા માટે ઈશારો કર્યો હતો. ઇકરામને વહેમ હતો કરજો પોલીસ સ્ટેશનમાં જુગારનો કેસ થયો છે. તેની બાતમી તુષારે પોલીસને આપી છે. આ શકને કારણે કાવતરું રચ્યું હતું અને ચારેય ભેગા થયા હતા.
તુષારે વિરોધ પાર્ટીના લોકોને જોઈને પોતાની બાઈકને આગળ ભગાવી હતી. તેથી ચારેયે પણ પોતાની બાઈક વડે તુષારનો પીછો કર્યો હતો. અને સીમળિયા બસ સ્ટેન્ડ પાસે તુષારની બાઈકને આંતરી હતી. બાલ ઇકરામ દાઉદ દાદાભાઇ, ફૈઝલ દાઉદ દાદાભાઇ, મુબારક દાઉદ દાદાભાઇ અને હુસેન સુમાર
સિંધીએ તુષાર ને ઘેરી લીધો હતો અને ધારિયા તથા લાકડી વડે તૂટી પડ્યા હતા. તેથી તુષારને માથામાં ગંભીર ઈજા પહોંચી અને તુષાર બેહોશ થવાની તૈયારીમાં હતો ત્યારે જ્યારે તેને ઊંચકી મોટરસાયકલ વચ્ચે બેસાડી તેનું અપહરણ કરી પાલેજ તરફ સાલિયા હોક્સ્પટલ સુધી લઈ રાધા ત્યાંથી ફરીને સીમળીયા બસ સ્ટેન્ડ પાસે આવ્યા હતા ત્યારે તુષાર મરી જશે તેમ લાગતા તેને ત્યાં રોડ સાઈડે નાખી દઇ ચારેય નાસી ગયા હતા.
અજાણ્યા લોકોની મદદથી તુષારને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને બાદ ચારેય હુમલાખોર વિરુદ્ધ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. કરજણ પોલીસે મેસરાડ ગામના ચારેય વિરુદ્ધ ફરિયાદી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓના નામ
1 ઇકરામ દાઉદ દાદાભાઈ
2 ફૈઝલ દાઉદ દાદાભાઈ
3 મુબારક દાઉદ દાદાભાઈ
4 હુસેન સુમાર સિંધી