રાજકોટ ગેમઝોન દુર્ઘટના ઇફેક્ટઃ વડોદરા ફાયર બ્રિગેડે 10 હોસ્પિટલ,3 સ્કૂલ અને 2 મોલને નોટિસ ફટકારી
વડોદરાઃ રાજકોટની ટીઆરપી ગેમઝોનની દુર્ઘટનાને પગલે વડોદરામાં ફાયર સેફ્ટીના મુદ્દે ફાયર બ્રિગેડની ઝુંબેશ ત્રીજા દિવસે પણ જારી રાખવામાં આવી છે.
ફાયર બ્રિગેડ દ્વારા હોસ્પિટલો,મોલ, સ્કૂલ તેમજ લોકો ભેગા થતા હોય તેવા સ્થળોએ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે,અને જેમની પાસે ફાયર સેફ્ટી નથી તેમને નોટિસ આપીને તાકિદે ફાયર સેફ્ટીની જોગવાઇ કરવા સૂચના આપવામાં આવી રહી છે.
ઇન્ચાર્જ ચીફ ફાયર પાર્થ બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે,આજે ફાયર બ્રિગેડની ટીમો દ્વારા જુદી જુદી ૨૪ હોસ્પિટલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.જે પૈકી ૧૦ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનો અભાવ કે ખામી દેખાતાં તેમને નોટિસ આપવામાં આવી છે.
આવી જ રીતે વોઘોડિયા-ડભોઇ રિંગરોડ વિસ્તારમાં બે સ્કૂલ અને સરદાર એસ્ટેટ વિસ્તારની એક નર્સિંગ એકેડેમીને નોટિસ આપવામાં આવી છે.જ્યારે,બે શોપિંગ મોલ અને મકરપુરા બસ ડેપોને પણ નોટિસ આપવામાં આવી છે.
ફાયર બ્રિગેડે કોને કોને નોટિસ ફટકારી
નામ વિસ્તાર
વ્રજ હોસ્પિટલ માંજલપુર
ગેલેક્સી હોસ્પિટલ સનફાર્મા રોડ
નરહરિ હોસ્પિટલ ફતેગંજ
કાશીબા ચિલ્ડ્રન કારેલીબાગ
નવરંગ હોસ્પિટલ અમિતનગર
વાયરોક હોસ્પિટલ કારેલીબાગ
વિનસ હોસ્પિટલ અકોટા
વીતાસ હોસ્પિટલ અકોટા
ધ ચિલ્ડ્રન હોસ્પિટલ વડીવાડી
બેન્કર હોસ્પિટલ ઓપી રોડ
એસએસવી-૨ સ્કૂલ સોમાતળાવ પાસે
એસએસવી-૩ સ્કૂલ આજવારોડ
નુપૂર નર્સિંગ હોમ સરદાર એસ્ટેટ
ઇનઓરબિટ મોલ ગોરવા રોડ
સેવનસીઝ મોલ ફતેગંજ
મકરપુરા ડેપો મકરપુરા