રાજકોટ ઇફેક્ટઃ વડોદાર ફાયર બ્રિગેડની ઝુંબેશ જારી,16 હોસ્પિટલ સહિત વધુ 29 ને નોટિસ

Updated: May 29th, 2024


Google NewsGoogle News
રાજકોટ ઇફેક્ટઃ વડોદાર ફાયર બ્રિગેડની ઝુંબેશ જારી,16 હોસ્પિટલ સહિત વધુ 29 ને નોટિસ 1 - image

વડોદરાઃ રાજકોટની ગેમઝોનની દુર્ઘટનાને પગલે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટીના મુદ્દે આજે પણ ઝુંબેશ જારી  રાખવામાં આવી હતી.જે દરમિયાન જુદીજુદી ખાનગી હોસ્પિટલો,શૈક્ષણિક સંસ્થા,ક્લાસિસ અને મોલ્સમાં ફાયર સેફ્ટીના મુદ્દે બેદરકારી રાખનાર ૨૯ સંચાલકોને નોટિસ આપવામાં આવી છે.હજી પણ આ ઝુંબેશ જારી રાખવામાં આવનાર છે.ફાયર બ્રિગેડે આજે આપેલી નોટિસોમાં ૧૬ હોસ્પિટલ,૮ શૈક્ષણિક સંકુલ અને ૫ શોરૃમ અને મોલનો સમાવેશ થાય છે.જેની યાદી આ મુજબ છે.

GMERS                             ગોત્રી

શુકન હોસ્પિટલ             અમિત નગર

સ્ટર્લિંગ હોસ્પિટલ                ભાયલી

BAPS                           અટલાદરા

ઇશાન્યા                             લક્ષ્મીપુરા

નારાયણ સ્મૃતિ ગુરૃકુલ         વાઘોડિયા રોડ

ધ હિલિંગ ટચ                      ગુરૃકુલ,વા.રોડ

સિક્યોર હોસ્પિટલ            વારસીયા

સમૃધ્ધિ  હોસ્પિટલ             ગોત્રી

નંદ મલ્ટિસ્પેશિયાલિટી         ભાયલી

અવધૂત હોસ્પિટલ           અલકાપુરી

વોર્ડ વિઝાર્ડ હોસ્પિટલ વડસર બ્રિજ

યુરોકેર હોસ્પિટલ            ગદાપુરા

શિવાની હોસ્પિટલ          ગોત્રી

અન્જના હોસ્પિટલ          સેવાસી

રોયલ એજ્યુવર્લ્ડ સ્કૂલ સયાજીપુરા

રોઝરી સ્કૂલ                 પ્રતાપગંજ

રોઝરી સ્કૂલ ઇવનિંગ પ્રતાપગંજ

IIT આશ્રમ         માંજલપુર

IIT આશ્રમ       અલકાપુરી

એલિયન ક્લાસિસ  માંજલપુર

એલિયન ક્લાસિસ સમા

પાર્થ સ્કૂલ ઓફ સાયન્સ    કારેલીબાગ

એસ સ્કવેર         સુભાનપુરા

સિનેપ્લેક્સ       નટુભાઇ સર્કલ

પાયલ કોમ્પ્લેક્સ સયાજીગંજ

અમર કાર       કારેલીબાગ

BAMSAL મોલ તરસાલી

ફાયર સેફ્ટી નહિં રાખનાર સામે FIR નોંધવાની સૂચનાથી દોડધામ

ફાયર સેફ્ટીની સુવિધા નહિં રાખનાર હોસ્પિટલ,હાઇરાઇઝ બિલ્ડિંગ,શોરૃમ,મોલ સહિતના સ્થળોના જવાબદાર લોકો સામે પોલીસ કેસ કરવાના આદેશથી લોકોમાં દોડધામ વધી ગઇ છે.

જે લોકો ફાયર બ્રિગેડની નોટિસોને ધોળી પી જતા હતા તેઓ પણ હવે ફાયરની સુવિધા માટે સફાળા જાગ્યા છે.


Google NewsGoogle News