Get The App

વડોદરા ફાયરબ્રિગેડે જ્વેલર્સ શોરૂમ સહિત વધુ બે બિલ્ડીંગના વીજ જોડાણ કાપ્યા

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
વડોદરા ફાયરબ્રિગેડે જ્વેલર્સ શોરૂમ સહિત વધુ બે બિલ્ડીંગના વીજ જોડાણ કાપ્યા 1 - image

વડોદરા,તા.30 નવેમ્બર 2023,ગુરૂવાર

વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટી નહીં ધરાવતી ઇમારતોના વીજ જોડાણ કાપવાની ઝુંબેશ દરમિયાન આજે કલ્યાણ જ્વેલર્સ સહિત બે બિલ્ડીંગના વીજ જોડાણ કાપવામાં આવ્યા છે.

ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટી અંગે નોટિસ આપવામાં આવી હોય તેમ છતાં બેદરકારી રાખી હોય તેવી 150 જેટલી બિલ્ડિંગો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વીજ કંપનીને સાથે રાખી છેલ્લા ત્રણ મહિનામાં દોઢ ડઝન બિલ્ડીંગોના વીજ જોડાણ કાપવામાં આવ્યા છે.

ફાયર બ્રિગેડની ટીમે આજે જેતલપુર રોડ પર આવેલા કલ્યાણ જ્વેલર્સ તેમજ આલ્ફા કોમર્શિયલ બિલ્ડીંગના વીજ જોડાણ કાપ્યા છે.


Google NewsGoogle News