વડોદરામાં પ્રધાનમંત્રી-મુખ્યમંત્રી આવાસ યોજનાના ખાલી પડેલા 139 મકાનોનો ડ્રો થશે : ઓનલાઇન અરજીઓ મંગાવી
Vadodara PMAY Scheme : વડોદરા કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગતના ખાલી પડેલા મકાનો માટે ટૂંક સમયમાં ડ્રો કરવાનો હોવાથી લોકોને ઓનલાઈન અરજી કરવા જણાવ્યું છે.
પ્રધાનમંત્રી-મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ દ્વારા બનાવવામાં આવેલ જુદી-જુદી સ્કીમ હેઠળના વિવિધ વિસ્તારમાં 139 મકાનો ખાલી પડ્યા છે તેના વેચાણ બાબતે જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં પ્રધાનમંત્રી-મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા જુદી જુદી સ્કીમ હેઠળ શહેરના વિવિધ વિસ્તારમાં મકાનો બનાવવામાં આવ્યા છે. જેમાં આર્થિક રીતે પછાત લોકો માટે સયાજીપુરા વિસ્તારમાં 22 મકાનો તાંદલજા વિસ્તારમાં 21 મકાનો હાલ ખાલી છે. આ ઉપરાંત મધ્યમ આવક ગ્રુપના લોકો માટે સયાજીપુરામાં 19, તથા ગોત્રી વિસ્તારમાં 102 મકાનો સહિત શહેરના પશ્ચિમ વિસ્તાર વાસણામાં કુલ 9 મકાનો અને મિડલ ઇન્કમ ગ્રુપવાળા મકાન ઈચ્છુકો માટે અને સમાવિસ્તરમાં મિડલ ઇન્કમ ગ્રુપવાળા લોકો માટે કુલ 26 મકાનો ખાલી પડ્યા છે જ્યારે સૈયદ વાસણા વિસ્તારમાં કુલ નવ મકાનો ખાલી છે. આ અંગેની તમામ વિગતો પાલિકાની વેબસાઈટ પરથી જોઈ શકાશે અને આગામી એક મહિના સુધી ઓનલાઇન ફોર્મ ભરીને તમામ વિગતો અપલોડ કરવા પાલિકા સૂત્રોએ જણાવ્યું છે.