Get The App

રાજ્ય સરકાર સાથે સંકલન નહિ થતાં વડોદરામાં 7 કરોડના ખેડૂત ભવનનો પ્રોજેક્ટ અટવાયો

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
રાજ્ય સરકાર સાથે સંકલન નહિ થતાં વડોદરામાં 7 કરોડના ખેડૂત ભવનનો પ્રોજેક્ટ અટવાયો 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયત દ્વારા ખેડૂત ભવન બનાવવાના પ્રોજેક્ટની કરાયેલી જાહેરાત  બાદ બે વર્ષમાં કોઇ જ પ્રગતિ નહિ થતા ચર્ચાનો વિષય બન્યો છે.

વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અશોક પટેલના સમયે ખેડૂતો માટે પ્રોજેક્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જેમાં ખેડૂતો તેમની  પ્રોડક્ટ શહેર વિસ્તારમાં વેચી શકે તે માટે એક વિશાળ અને સવલતોવાળું ભવન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા દ્વારા આ પ્રોજેક્ટને મંજૂરી પણ આપવામાં આવી હતી.જેમાં પ્રાથમિક તબક્કે આ પ્રોજેક્ટ હરણી ખાતેની જિલ્લા પંચાયતની પડી રહેલી જમીનમાં  બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તે માટે બજેટમાં રૃ.૭ કરોડની ફાળવણી પણ કરવામાં આવી હતી.

જો કે,બે વર્ષ પછી પણ આ પ્રોજેક્ટના કોઇ જ ઠેકાણાં નથી.જેને કારણે આ વખતના બજેટમાં તેની રકમ ફાળવવામાં આવી નથી. મળતી માહિતી મુજબ,આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે રાજ્ય સરકારની મંજૂરી અને મદદ  જરૃરી હતી.પરંતુ પુરતું સંકલન નહિ થતાં મંજૂરી મળી શકી નહતી અને આ પ્રોજેક્ટ હજી ઘોંચમાં પડી રહ્યો છે.


Google NewsGoogle News