Get The App

વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું માત્ર બે મહિનાના ગાળામાં જ રાજીનામું

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું માત્ર બે મહિનાના ગાળામાં જ રાજીનામું 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લા કોંગ્રેસના તાજેતરમાં જ નીમાયેલા પ્રમુખે એકાએક રાજીનામું ધરી દેતાં કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

બે મહિના પહેલાં પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહને કોંગ્રેસે વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા હતા.તેમણે આગામી લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટાચૂંટણીને અનુલક્ષીને મીટિંગો પણ લેવા માંડી હતી.પરંતુ ગઇકાલે શિનોર ખાતે થયેલી મીટિંગ બાદ એક સિનિયર કોંગી આગેવાન સાથે ફોનમાં ચડભડ થઇ હતી.

જિલ્લા પ્રમુખે ત્યારબાદ તરત જ વોટ્સએપ પર રાજીનામાનો પત્ર લખી કાર્યકરોને પોસ્ટ કર્યો હતો.પ્રદેશના મોવડીએ તેમને મનાવવાનો પ્રયાસ કરતાં હાલપુરતું તેઓ માની ગયા છે.પણ તેમના પર આક્ષેપો કરનાર કોંગી આગેવાન સામે પગલાં લેવા તેમણે માંગણી કરી છે.જેથી પ્રદેશે નેતાને બોલાવી લીધા છે.જેથી પ્રમુખે હાલ પુરતું રાજીનામું પાછું લઇ લીધું છે.


Google NewsGoogle News