ડીઈઓ કચેરીએ સ્કૂલો પર જવાબદારી ઢોળી, પૂરગ્રસ્ત વિસ્તારોમાં આજે સ્કૂલો બંધ રાખી શકાશે

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
ડીઈઓ કચેરીએ સ્કૂલો પર જવાબદારી ઢોળી, પૂરગ્રસ્ત  વિસ્તારોમાં આજે સ્કૂલો બંધ રાખી શકાશે 1 - image

વડોદરાઃ વડોદરા શહેરમાં બુધવારે વરસાદના કારણે શહેર જળબંબાકાર બન્યુ હતુ અને હવે આજે વિશ્વામિત્રીના પૂરનું જોખમ સર્જાયું છે ત્યારે સ્કૂલોમાં શિક્ષણકાર્યને લઈને અનિશ્ચિતતાનો માહોલ છે.

આજે તો સ્કૂલો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી અને આવતીકાલ, શનિવારે સ્કૂલો ચાલુ રાખવા અંગે વડોદરા ડીઈઓ  કચેરીએ આજે એક પરિપત્ર બહાર પાડયો છે. અને તેમાં કહેવામાં આવ્યુ છે કે,  પૂર પ્રભાવિત વિસ્તારો હોય તો અમે શાળાઓ બંધ રાખવા માટે છૂટ આપી છે.જ્યારે પૂરથી પ્રભાવિત ના હોય તેવા વિસ્તારોમાં સ્કૂલો ચાલુ રાખી શકાશે.જોકે આવી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પૂર પ્રભાવિત વિસ્તારોમાં રહેતા હોય અને આવી ના શકે તેવા સંજોગોમાં તેમની હાજરીનો આગ્રહ નહીં રાખવાની સૂચના આપવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે, સ્કૂલોમાં આ જ સમયગાળામાં એકમ કસોટીનુ પણ આયોજન થયુ છે.જોકે જે સ્કૂલો બંધ હોય તે આ પરીક્ષા ફરી લેવાનુ આયોજન કરી શકશે.

દરમિયાન એક આચાર્યે પરિપત્રને લઈને કહ્યુ હતુ કે, આ પ્રકારના આદેશથી સ્કૂલ સંચાલકો અને આચાર્યો મૂંઝવણમાં મૂકાશે.ખરેખર તો જ્યારે અન્ય એક આચાર્યનુ કહેવુ હતુ કે, એક રીતે સ્કૂલોને જ નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી છે અને તેના કારણે ઘણી ખરી સ્કૂલોના આચાર્યો વરસાદી માહોલમાં જોખમ લેવાની જગ્યાએ સ્કૂલો  બંધ રાખવાને નિર્ણય લે તેવી શક્યતા છે.દરમિયાન વડોદરાના મોટાભાગના વિસ્તારો બુધવારે પાણીમાં ગરકાવ હતા અને શહેરની સેંકડો સ્કૂલોમાં પણ પાણી ઘૂસ્યા હતા ત્યારે આજે શિક્ષણ કાર્ય બંધ હોવાથી ઘણી સ્કૂલોમાં પાણી કાઢવાની અને સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.



Google NewsGoogle News