વડોદરા : કર્મચારીઓ, પેન્શનરોને લાગુ પડે છે તે મુજબ મોંઘવારી ભથ્થાનો દર મંજુર

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
વડોદરા : કર્મચારીઓ, પેન્શનરોને લાગુ પડે છે તે મુજબ મોંઘવારી ભથ્થાનો દર મંજુર 1 - image

વડોદરા,તા.16 માર્ચ 2024,શનિવાર

ગુજરાત સરકારના નાણાં વિભાગના ઠરાવમાં જણાવ્યા મુજબ તા.01.7.2023થી સરકારના કર્મચારીઓને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં સુધારા બાબતે પરીપત્ર કરવામાં આવેલ છે. ઠરાવ વડોદરા મહાનગર પાલિકાના કર્મચારીઓ તેમજ પેન્શનરોને લાગુ પડે છે તે મુજબ મોંઘવારી ભથ્થાનો દર મંજુર કરવાનું ઠરાવવામાં આવે છે.

 ચુકવવાપત્ર માસિક મોંઘવારી ભથ્થાનો દર મૂળ પગારના 46% સુધારેલ પગાર માળખામાં "મૂળ પગાર" એટલે પે- મેટ્રીક્ષના નિયત લેવલમાં મળતો પગાર પરંતુ તેમાં અન્ય કોઈપણ પ્રકારનો પગાર, જેવો કે ખાસ પગાર વિગેરેનો સમાવેશ થશે નહિં. મોંઘવારી ભથ્થુ મળતરના વિશિષ્ટ તત્વ તરીકે મળવાનું ચાલુ રહેશે અને ગુજરાત રાજય સેવા (પગાર સુધારણા) નિયમો 2002ના નિયમ 9(53)ના પરીપેક્ષમાં પગાર તરીકે ગણવાની રહેશે નહિ. મોંઘવારી ભથ્થામાં 50 પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચુકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને 50 પૈસા કરતાં ઓછી રકમને ગણતરીમાં લેવામાં આવશે નહિ. કર્મચારીઓને માર્ચ-2024થી 46% મુજબનું મોંઘવારી ભથ્થુ માસિક પગાર સાથે નિયમીત રીતે ચુકવવાનું રહેશે.

 કર્મચારીઓના કિસ્સામાં તા.01.07.2023થી ફેબ્રુઆરી-2024 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ 3 હપ્તામાં રોકડમાં ચુકવવાની રહેશે. પ્રથમ હપ્તો (જુલાઈ 2023 થી સપ્ટેમ્બર 2023) માર્ચ માસના પગાર (પેઇડ ઇન એપ્રિલ) સાથે, બીજો હપ્તો (ઓકટોબર 2023 થી ડીસેમ્બર 2023) એપ્રિલ મારાના પગાર (પેઈડ ઈન મે) સાથે, ત્રીજો હપ્તો (જાન્યુઆરી 2024 થી ફેબ્રુઆરી 2024) મે માસના પગાર (પેઇડ ઇન જુન) સાથે ચુકવવાનો રહેશે. પેન્શનરોને માર્ચ-2024થી 46% મુજબનો હંગામી વધારો માસિક પેન્શન સાથે નિયમીત રીતે ચુકવવાનો રહેશે. પેન્શનરોના કિસ્સામાં તા.01-07-2023 થી ફેબ્રુઆરી 2024 સુધી મળવાપાત્ર હંગામી વધારાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં રોકડમાં ચુકવવાની રહેશે. નાણાં વિભાગના તા.16-08-2016ના ઠરાવની જોગવાઈ અનુસાર છઠ્ઠા પગાર પંચ મુજબના સ્થગિત કરેલા ભથ્થાઓ પૈકીના ભથ્થાના દરમાં સુધારણા/વધારો કરવા પરિપત્ર કરવામાં આવેલ છે. નિવૃત્ત અને મૈયત કર્મચારી/અધિકારીના કિસ્સામાં મોંઘવારી તફાવતનું પત્રક સંબંધિત ખાતા/વિભાગના મહેકમ કલાર્ક દ્વારા હિસાબી શાખા અને આઈ.ટી. વિભાગના સંકલનમાં રહી તફાવતની રકમ બેન્ક એકાઉન્ટ મારફતે ચુકવણું કરવાની કાર્યવાહી કરવાની રહેશે. રાજય સરકારના પ્રવર્તમાન નિતી અનુસાર મોંઘવારી ભથ્થામાં થતો વધારો જેમને સાતમા પગાર પંચ મુજબ પગાર સુધારણા મંજુર થયેલ છે તેમને જ મળવાપાત્ર થશે.


Google NewsGoogle News