Get The App

વડોદરા : પુરુષની લાશ દસ દિવસ ઝાડ પર લટકી રહી, કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળતાં પોલીસે તપાસ શરૂ કરી

Updated: Apr 11th, 2024


Google NewsGoogle News
વડોદરા : પુરુષની લાશ દસ દિવસ ઝાડ પર લટકી રહી, કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળતાં પોલીસે તપાસ શરૂ કરી 1 - image

image : Freepik

Vadodara News : વાઘોડિયા તાલુકાના આમોદર ગામમાં રહેતા ભરત દેવકરણ ભરવાડ પશુપાલનના ધંધા સાથે સંકળાયેલા છે. ગઈકાલે તેઓ તાલુકાના નર્મદપુરા ગામની સીમમાં શનાભાઇ છોટાભાઈ ગોહિલના ખેતરમાં ઘાસચારો કાપવા માટે ગયા હતા તે વખતે ખેતરના છેડે બોરડીના ઝાડની ડાળી ઉપર એક શખ્સે ગળાફાંસો ખાધેલો જણાયો હતો. આ અંગે ભરતભાઈએ ખેતર માલિકને જાણ કરી હતી. ખેતર માલીક શનાભાઇએ વાઘોડિયા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ મૃતક યુવાને દસ દિવસ પહેલા ઝાડ પર ગળાફાંસો ખાધો હોવાનું જણાયું હતું. ઝાડ પર લટકેલી લાશ કોહવાઈ ગઈ હતી. મૃતક યુવાને શરીર ઉપર બનિયાન અને ચડ્ડી પહેરેલો હતો. યુવાન કોણ છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News