રૂ.17.50 લાખની રકમ મેળવી વિઝા નહી આપનાર ઠગ વડોદરા ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
રૂ.17.50 લાખની રકમ મેળવી વિઝા નહી આપનાર ઠગ વડોદરા ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો 1 - image


Vadodara Visa Fraud : દીકરીના કેનેડાના વિઝા તથા વર્ક પરમીટ કાઢી આપવાના બહાને ફરીયાદી પાસેથી રૂ.17,50,000ની રકમ મેળવી વિઝા નહી કરી આપી તેમજ લીધેલ રૂપીયા અને પાસપોર્ટ પરત નહી કરી ઠગાઇ કરી નાસતા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડયો હતો.

ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ માહીતી આધારે હાથીખાના માર્કેટ ખાતેથી આરોપી નામે અબ્દુલજાવેદ અબ્દુલહમીદ શેખ (રહે. અનાબીયા રેસિડેન્સી, ફૈઝ સ્કુલની સામે, તાંદલજા)ને શોધી કાઢવામાં આવ્યો છે. ઇસમની પ્રાથમીક પુછપરછ દરમ્યાન ઇસમ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના બોડેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે છેલ્લા દોઢ માસથી નાસતો ફરતો હોવાનુ જણાઇ આવતા ક્રાઇમ બ્રાન્ચે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી બોડેલી પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની વધુ તપાસ માટે બોડેલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. 

પકડાયેલ આરોપી સામે બોડેલી પોલીસ સ્ટેશનમાં બોડેલી ખાતે રહેતા ફરીયાદી આરોપી અબ્દુલજાવેદ અબ્દુલહમીદ શેખને સને-2021થી ઓળખતા હોય આરોપીએ ફરીયાદીને તેઓના બાળકો માટે કેનેડાના સ્ટડી વિઝા, વીઝીટર વિઝા, વર્ક પરમીટ માટેનુ કામ હોય તો ઓછા રૂપીયામાં કરી આપવાની વાત કરેલ. ફરીયાદીએ આરોપી ઉપર વિશ્વાસ રાખી ફરીયાદીએ તેઓની દીકરીને કેનેડા ખાતે મોકલવા અંગે વિઝા અને માતાપિતાના વર્ક પરમીટ અંગે વાત કરતા આરોપીએ રૂ.20 લાખમાં આ તમામ કામ કરી આપવાનું કહી કામ ન થાય તો રૂપીયા પરત આપવાનુ જણાવેલ હોય જેથી ફરીયાદીએ ટુકડે-ટુકડે કુલ રૂ.17,50,000/- ની રકમ તથા અસલ પાસપોર્ટ આરોપીને આપેલ હોય આરોપીએ વિઝાનુ કામ નહી કરી આપી ફોન બંધ કરી ફરીયાદી પાસેથી લીધેલ રૂપીયા, પાસપોર્ટ આજદીન સુધી પરત નહી કરી વિશ્વાસઘાત અને ઠગાઇ કરી આરોપી ગુનો રજીસ્ટર થયા બાદ ફરાર થઇ ગયો હતો.


Google NewsGoogle News