Get The App

વડોદરાના ક્રિકેટર યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળમાંથી લોકસભા ચૂંટણી લડશે

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
વડોદરાના ક્રિકેટર યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળમાંથી લોકસભા ચૂંટણી લડશે 1 - image

વડોદરાઃ ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને વડોદરાના યુસુફ પઠાણ હવે રાજકારણમાં ઝંપલાવશે.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે યુસુફ પઠાણને પશ્ચિમ બંગાળમાં બહેરામપુર લોકસભા બેઠકના ઉમેદવાર બનાવ્યા છે.

આમ લોકસભા ચૂંટણીથી યુસુફની રાજકીય કેરિયરની શરુઆત થશે.વડોદરાના  જ પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણના ભાઈ એવા યુસુફ પઠાણ ૨૦૦૭માં ટી-૨૦ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમ અને ૨૦૧૧માં વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના સભ્ય પણ રહી ચુકયા છે.ફાઈનલ મેચ જીત્યા બાદ ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુલકરને યુસુફે ખભે ઉંચકીને મેદાનમાં ફેરવ્યો હતો અને તે સમયની તસવીર ખાસી વાયરલ થઈ હતી.

યુસુફ અને ઈરફાન પઠાણ પોતાના પિતાની સાથે મસ્જિદમાં રહેતા હતા અને મસ્જિદમાં સફાઈ સહિતના કામો કરતા કરતા ક્રિકેટ પણ રમતા હતા.બંને ભાઈઓ ભાતરીય ટીમમાં પસંદ થયા હતા અને એ પછી તેઓ સ્ટાર ક્રિકેટર તરીકે જાણીતા થયા હતા.

હાલમાં તાંદલજા ખાતે વૈભવી બંગલામાં રહેતા યુસુફ પઠાણ આઈપીએલમાં પણ કોલકાતા નાઈટ રાઈડર્સમાંથી રમી ચુકયા છે.આમ તેમનુ કોલકાતા સાથેનુ જોડાણ નવુ નથી.આ સીવાય તે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર હૈદ્રાબાદ તરફથી પણ આઈપીએલમાં રમ્યા હતા.આઈપીએલમાં ૧૭૪ મેચમાં યુસુફે ૩૨૦૪ રન ફટકારવાની સાથે સાથે ૪૨ વિકેટ પણ ઝડપી છે.

યુસુફ ભારત વતી ૫૭ વન ડેમાં ૮૧૦ રન અને ૨૨ ટી ૨૦માં ૨૩૬ રન બનાવી ચુકયા છે.



Google NewsGoogle News