Get The App

કોર્પોરેટરે જ કહ્યું કે, દુર્ગંધવાળું પાણી આવતા હું વેચાતા જગ મંગાવું છું ..!

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
કોર્પોરેટરે જ કહ્યું કે, દુર્ગંધવાળું પાણી આવતા હું વેચાતા જગ મંગાવું છું ..! 1 - image

Vadodara Dirty Water Crisis : વડોદરા કોર્પોરેશન ખાતે મળેલી બેઠકમાં કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડે જણાવ્યું કે, અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખૂબ જ દુર્ગંધવાળું પાણી આવે છે. થોડો સમય પાણી રહે અને એટલી વાસ મારે છે કે કોઈ તે પાણી પી શકતું નથી. હું મારા ઘરે વેચાતા પાણીના જગ મંગાવું છું. ત્યારે મ્યુ.કમિશનરે આ મામલે તપાસ કરવા આશ્વાસન આપ્યું હતું.

 બેઠકમાં કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં છાણી જકાતનાકા ટાંકી, ટીપી-13 ટાંકી, સમા ટાંકીથી વોર્ડ નંબર 2માં પાણી વિતરણ થાય છે. છેલ્લા ઘણા દિવસથી અહીં અત્યંત વાસ મારતું પાણી આવી રહ્યું છે. દેખાવ પરથી કોન્ટમીનેશનનો પ્રશ્ન નથી એમ લાગે છે. પરંતુ બોરના પાણીના કારણે પાણીમાં વાસ મારતી હોય તેમ લાગે છે. જે સમયે કમિશનરે જણાવ્યું કે, પ્રશ્ન હતો પરંતુ હાલ તેનું નિરાકરણ આવી ગયું છે. ત્યારે જહા ભરાવાડે જણાવ્યું કે, હજુ નિરાકરણ આવ્યું નથી અને એના કારણે મારે પોતાના ઘરમાં વેચાતા પાણીના જગ મંગાવા પડી રહ્યા છે. જેથી મ્યુ. કમિશનરે સમગ્ર વિસ્તારમાં પાણીના સેમ્પલ લઈ તપાસ કરવાની ખાતરી આપી હતી. આ સમયે પાણી પુરવઠા અધ્યક્ષ મહાવીરસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, મને પણ ફરિયાદ મળી હતી, જે બાદ મેં આ તમામ પાણીની ટાંકીઓની મુલાકાત લીધી હતી. પરંતુ મોટાભાગની ટાંકીમાંથી વિતરણ થતા પાણી અંગેનો પ્રશ્ન હલ થઈ ગયો છે. આ પૈકીની ટીપી-13 ટાંકી છેલ્લા ઘણા સમયથી સાફ થઈ શકી નથી અને એ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાલ ચાલી રહી છે.


Google NewsGoogle News