વડોદરા કોર્પોરેશનના શીયાબાગ આરોગ્ય કેન્દ્રમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનના શીયાબાગ આરોગ્ય કેન્દ્રમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ 1 - image

વડોદરા,તા.25 નવેમ્બર 2023,શનિવાર

વડોદરામાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગના શિયાબાગ વિસ્તારમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓની દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થતા કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના શિયાબાગ અર્બન હેલ્થ સેન્ટરના કરાર આધારિત કર્મચારીઓ દારૂની પાર્ટી કરતાં હોવાનું વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે. 2023 રાષ્ટ્રીય પ્રોગ્રામ પોલીઓનાં દીવસે બપોરના સમયે દારૂની મહેફિલ કરી હોવાનું ચર્ચામાં છે જ્યારે ફેબ્રુઆરી મહિનાનો વીડિયો હાલમાં વાયરલ થયો છે તે વિડિયો હવે વાયરલ થતા વિવાદ સર્જાયો છે.

વીડિયોમાં કર્મચારી વિકુશ રાણા સહિત 8 જેટલા શખ્સો દારૂની મહેફિલ કરતા હોવાનું દેખાય છે. દારૂની મહેફિલ કરનારા શું તમામ પાલિકાના કર્મચારી છે કે બહારથી પણ લોકો આવ્યા હતા? ગાંધીના ગુજરાતમાં પાલિકાનાં અર્બન હેલ્થ સેન્ટરમાં દારૂની પાર્ટી કેવી રીતે થઈ કોઈ કર્મચારી દ્વારા જ વીડિયો બનાવી વાયરલ કર્યો હોવાની ચર્ચા કોર્પોરેશનમાં ચાલી રહી છે.


Google NewsGoogle News