વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી ઠેર ઠેર ચેકિંગ: રૂ.46 લાખનો જથ્થો સીઝ

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી ઠેર ઠેર ચેકિંગ: રૂ.46 લાખનો જથ્થો સીઝ 1 - image

વડોદરા,તા.27 ઓક્ટોબર 2023,શુક્રવાર

આગામી દિવાળીના તહેવારને અનુલક્ષીને વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં બરફી, ડિલીસીયસ સ્વીટ, મીઠા માવા, માવો, હલ્વો વિગેરેનું વેચાણ કરતી દુકાનો તેમજ કોલ્ડ સ્ટોરેજોમાં ઇંસ્પેકશનની કામગીરી કરવામાં આવેલ હતી. ઇંસ્પેકશનની કામગીરી દરમ્યાન બરફી, ડિલીસીયસ સ્વીટ, મીઠા માવા, માવો, હલ્વો વિગેરેનાં 17 નમુના લેવામાં આવ્યા હતા. ઇંસ્પેકશનની કામગીરી દરમ્યાન બરફી, ડિલીસીયસ સ્વીટ, મીઠા માવા, માવો, હલ્વો વિગેરેનો રૂ.46,07,824ની કિમતનો 29,528 કિ.ગ્રા. શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવેલ હતો.

શહેર વિસ્તારમાં દિવાળી તહેવારને અનુલક્ષીને જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં ટીમો બનાવી બરફી, ડિલીસીયસ સ્વીટ, મીઠા માવા, માવો, હલ્વો વિગેરેનું વેચાણ કરતા દુકાનો તેમજ કોલ્ડ સ્ટોરેજોમાં ઇંસ્પેકશનની કામગીરી કરવામાં આવેલ.

ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરોની ટીમ દ્વારા છાણી વિસ્તારમાં આવેલ ભુલચંદ & કંપની, કેર ઓફ પ્રકાશ આઇસ & કોલ્ડ સ્ટોરેજમાંથી બરફીનાં 3 નમુના લઇ રૂ.27,35,280ની કિમંતનો 18,864 કિ.ગ્રા. શંકાસ્પદ બરફીનો જથ્થો સીઝ કરવામાં આવેલ. સદર સ્થળેથી બાલાજી ડિલીસીયસ સ્વીટ(પ્રોપ્રાઇટરી ફુડ)નાં 5 નમુના લઇ રૂ.11,06,640ની કિમતનો 7,632-કિ.ગ્રા. શંકાસ્પદ બાલાજી ડિલીસીયસ સ્વીટનો જથ્થો સીઝ કરવામાં આવેલ હતો. સમા વિસ્તારમાં આવેલ જય ભોલે દુગ્ધાલયમાંથી પનીર, મીઠો માવો, ગાયનો માવો વિગેરેનાં 3 નમુના લઇ રૂ.1,53,900ની કિમંતનો 519.80 કિ.ગ્રા. શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવેલ હતો. 

ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફીસરો દ્વારા ચોખંડીમાં આવેલ એમ.એસ. માવાવાલાને ત્યાંથી માવો અને મીઠો માવોનાં 6 નમુના લઇ રૂ.3,80,240ની કિમતનો 1358 કિ.ગ્રા. શંકાસ્પદ માવાનો જથ્થો સીઝ કરવામાં આવેલ હતો. રાજમહેલરોડ પર આવેલ ગોપાલ માવાવાળાને ત્યાંથી માવો, ડિલીસીયસ સ્વીટ (ક્રિષ્ના) તેમજ હલ્વો (ક્રિષ્ના)નાં 3 નમુના લઇ રૂ.2,31,764ની કિંમતનો 1155.80 કિ.ગ્રા. શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવેલ હતો. જુદા-જુદા વિસ્તારમાંથી બરફી, ડિલીસીયસ સ્વીટ, મીઠા માવા, માવો, હલ્વો વિગેરેનાં 17 નમુના લેવામાં આવેલ હતા. નમુનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. રૂ.46,07,824ની કિમંતનો 29,528 કિ.ગ્રા. શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવેલ હતો.

પાલિકાનાં અધ્યક્ષ, સ્થાયી સમિતિનાં સુચન અનુસાર 4-5 દિવસમાં નમુનાના રીપોર્ટ મળી જાય તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. સીઝ કરેલ બરફી તેમજ ડિલીસીયસ સ્વીટનો ઉપયોગ શહેર તેમજ તેની આસપાસનાં વિસ્તારોમાં મિઠાઇ બનાવવામાં થાય છે. ફુડ બીઝનેશ ઓપરેટરોએ મિઠાઇ બનાવવામાં માવો, બરફી કે ડિલીસીયસ સ્વીટનો ઉપયોગ કરેલ હોય તે દુકાનમાં પ્રદર્શીત કરવાનું રહેશે. મિઠાઇ તથા ફરસાણ બનાવવામાં કયા પ્રકારનું ઘી કે તેલ વાપરવામાં આવે છે તેની જાણકારી પણ ગ્રાહકોને મળી રહે તે મુજબ બોર્ડ દુકાનમાં પ્રદર્શીત કરવાનાં રહેશે. મિઠાઇઓમાં યુઝ બાય ડેટ પણ લખવાની રહેશે. તેમજ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયેનાં લાયસન્સ/ રજીસ્ટ્રેશન પણ ગ્રાહકો જોઇ શકે તે રીતે પ્રદર્શીત કરવાનાં રહેશે.


Google NewsGoogle News