વડોદરા કોર્પોરેશન હવે વાહનો પર GPS સિસ્ટમ લાગુ કરશે
વડોદરા,તા.14 ફેબ્રુઆરી 2024,બુધવાર
વડોદરા કોર્પોરેશનના વ્હીકલ પુલ શાખાના 450 નંગ વાહનોમાં જી.પી.એસ. ડીવાઇસ ભાડેથી લેવાની કામગીરી તથા જરૂરીઆત મુજબના ડીવાઇસીસ ઇન્સ્ટોલ કરવા અંગે 5 વર્ષનો રેટ કોન્ટ્રાક્ટ આપશે.
પાલિકાના વ્હીકલ પુલ શાખાના 450 નંગ વાહનોમાં જી.પી.એસ. ડીવાઇસ, ભાડેથી લેવા માટેની કામગીરી તથા જરૂરીઆત મુજબના ડીવાઇસીસ ઇન્સ્ટોલ કરવા અંગે 5 વર્ષનો રેટ કોન્ટ્રાક્ટ માટે આઇ.ટી. શાખા દ્વારા ભાવપત્રો મંગાવવામાં આવ્યા હતા. જેમાં કુલ પાંચ ઇજારદારોના ભાગો રજૂ થયા હતા. પ્રી-ક્વોલિફિકેશન બીડ ખોલવામાં આવતા તમામ ઇજારદારોના ભાવપત્રો કવોલીફાય થયા હતા. સૌથી ઓછો ભાવ રજૂ કરનાર કંપનીના ફૂલ માસિક એક વ્હીકલ દીઠ ર 291.46 આવેલ છે. જે મુજબ કૂલ 450 વાહનો માટે માસિક રૂ.1,31,157 થાય છે અને વાર્ષિક રૂ.15,73,844 થાય છે. પાંચ વર્ષના કુલ રૂ.78,69,420 (21.58% ઓછા) થાય છે. પાર્ટી સાથે ભાવ ઘટાડો કરાવતા માસિક એક વ્હીકલ દીઠ રૂ.287 આવેલ છે. જે મુજબ કૂલ 450 વાહનો માટે માસિક રૂ.1,29,150 થાય છે. જે વાર્ષિક રૂ.15,49,800 થાય છે અને પાંચ વર્ષના કુલ રૂ.77,49,000 (22.78% ઓછા) થાય છે. ભાવપત્રમાં GPS ડીવાઇસ, સિમકાર્ડ, સોફ્ટવેર, રીપોર્ટ્સ તથા મેન્ટેનન્સ સામેલ છે. ભાવપત્રની સ્થાયી સમિતીની મંજૂરી મેળવવા અગાઉ, નિયમ મુજબ ટેન્ડર સ્ક્રુટીની સમિતીનો અભિપ્રાય મેળવવામાં આવેલ છે. પાલિકાના વ્હીકલ પુલ દ્વારા નવીન વાહન ખરીદવાના થાય તો નવીન GPS ખરીદવા, વાહનો સ્ક્રેપ થાય તો તે પ્રમાણે ઓછા કરવા તથા કોઇ GPS Device તુટી જાય (અકસ્માત સમયે) કે ખોવાઇ જાય તો નવીન GPS ભાડેથી લગાવવાની મંજૂરી જરૂરી છે.