Get The App

વડોદરા કોર્પોરેશન તા.21 થી એડવાન્સમાં વેરો ભરનારને વળતર આપવાની યોજના અમલમાં મૂકશે

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશન તા.21 થી એડવાન્સમાં વેરો ભરનારને વળતર આપવાની યોજના અમલમાં મૂકશે 1 - image


Vadodara Corporation Tax : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2024-25 ના ચાલુ વર્ષે પણ એડવાન્સ વેરા પ્રોત્સાહક વળતર યોજના અમલમાં મૂકવાનું વિચાર્યું છે. આ યોજના તારીખ 21 જૂનથી શરૂ થશે અને 20 જુલાઈ સુધી અમલમાં રહેશે. મિલકત ધારક પોતાની મિલકતનો મિલકત વેરો અગાઉના વર્ષોની પાછલી બાકી ૨કમ એક સાથે એડવાન્સમાં ભ૨પાઇ કરે તો તેવા કરદાતાઓને મિલકતવેરાની રકમમાં વળતર આપવાની પ્રોત્સાહક યોજના દ૨ વર્ષે જાહે૨ ક૨વામાં આવે છે.

આ વર્ષે કોર્પોરેશન દ્વારા યોજનાના કારણે વડોદરા શહેરનાં અંદાજે 8.20 લાખ ક૨દાતાઓને લાભ મળી શકે તેમ છે. ચાલુ વર્ષે વેરાની આવક પેટે કુલ 721 કરોડનો બજેટ લક્ષ્યાંક આપવામાં આવેલ છે. વધુમાં વધુ કરદાતાઓ આ એડવાન્સ વેરા ૨કમ ઓનલાઇન ભ૨વા પ્રેરાય તે માટે  કરદાતાઓને પ્રોત્સાહન આપવા ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ 1% વધુ રિબેટ આપવામાં આવશે. મિલકત ઘા૨ક તેની ચાલુ વર્ષ 2024-25 ની પ્રોપર્ટી ટેક્ષની ૨કમ (સામાન્ય ક૨,શિક્ષણ ઉપક૨ (સરચાર્જ), ફાય૨ ટેક્ષ, સફાઈ ચાર્જ,પાણીકર અને લાગુ પડતો એન્વાય૨મેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ સહિતની ૨કમ) પાછલા વર્ષોની બાકી ટેક્ષની ૨કમ સાથે વર્ષ 2024-25 ના આકારણી રજીસ્ટર પ્રસિધ્ધ કર્યા પહેલાં એડવાન્સમાં ભ૨પાઇ કરે તો તેવા કરદાતાઓને આ લાભ મળી શકશે. જેમાં૨હેણાંક મિલકતના ટેક્ષમાં 10% વળત૨, કોમર્શિયલ મિલકતના ટેક્ષની રકમમાં 5% વળતર અપાશે. ચાલુ નાંણાકીય વર્ષના મિલકતવેરાની ૨કમ આ યોજના દાખલ થતા પહેલાં એડવાન્સમાં ભરેલ હોય તો તેને પણ યોજનાનો લાભ આપવામાં આવશે.

આ યોજનાની નોટીસ પ્રસિધ્ધ થાય તે તારીખથી એક માસની મુદ્દતમાં જે તે મિલકતનો વર્ષ 2024-25 નો ટેક્ષ આગળના વર્ષોની બાકી રકમ સાથે ભરવાનો રહેશે. ટેક્ષની ૨કમ પૈકી સામાન્ય ક૨, પાણીકર, કન્ઝરવન્સી અને સુઅરેઝ ટેક્ષની રકમ ૫૨ વળતર મળવા પાત્ર રહેશે. જ્યારે શિક્ષણ ઉપકર, સફાઇ ચાર્જ અને એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ ૫૨ કોઇ રિબેટ  મળવા પાત્ર રહેશે નહીં. સામાન્ય સભાની મંજુરીની અપેક્ષાએ સ્થાયી સમિતિમાં આ યોજના સંદર્ભે દરખાસ્ત ૨જુ કરવામાં આવી છે. કોર્પોરેશનના તમામ વહીવટી વોર્ડ નંબર 1 થી 19 ની ઓફિસમાં સવારના 9:30 થી બપોરના 3 વાગ્યા સુધીમાં રૂબરૂ અથવા તો કોર્પોરેશનની વેબસાઈટ પર ઓનલાઇન વેરો ભરી શકાશે.


Google NewsGoogle News