Get The App

ઈલેક્ટ્રીક વાહનો પ્રોત્સાહન યોજના અંતર્ગત વડોદરા કોર્પોરેશનનું આગોતરું આયોજન : PPP ધોરણે 38 ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
ઈલેક્ટ્રીક વાહનો પ્રોત્સાહન યોજના અંતર્ગત વડોદરા કોર્પોરેશનનું આગોતરું આયોજન : PPP ધોરણે 38 ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે 1 - image


- કેન્દ્ર સરકાર વડોદરા ને 100થી વધુ ઈલેક્ટ્રિક બસ માટે સહાય કરશે

વડોદરા,તા.31 ઓક્ટોબર 2023,મંગળવાર

કેન્દ્ર સરકારની ઈલેક્ટ્રીક વ્હિકલ પ્રોત્સાહન યોજના અંતર્ગત વડોદરામાં 100 થી વધુ ઈલેક્ટ્રીક બસ દોડાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેની સાથે સાથે ખાનગી ઈલેક્ટ્રીક વાહનો પણ ઉત્તરોત્તર વધી રહ્યા છે ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારમાં  પબ્લિક ઇલેક્ટ્રીક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરએ કંપનીઓ અને સંસ્થાઓ  પાસેથી એક્સપ્રેસન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યા છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં ચાલતી વિનાયક શહેરી બસ સુવિધામાં હવે 100થી વધુ ઈલેક્ટ્રીક બસ દોડાવવાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે ત્યારે હવે કેન્દ્ર સરકારની ઈલેક્ટ્રીક વ્હિકલ પ્રોત્સાહન યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર વડોદરા કોર્પોરેશનને સહાય કરનાર છે. સાથે સાથે વડોદરા શહેરમાં ખાનગી ઇલેક્ટ્રિકલ વ્હિકલમાં પણ ઉતરોતર વધારો થઈ રહ્યો છે જેને ધ્યાનમાં રાખી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણાએ આગોતરું આયોજન હાથ ધર્યું છે જેને ધ્યાનમાં રાખી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગરએ વિવિધ કંપનીઓ અને સંસ્થાઓ પાસેથી ઈલેક્ટ્રીક વાહનો માટે 38 સ્થળોએ પબ્લિક ઇલેક્ટ્રિકલ ચાર્જિંગ સ્ટેશન બનાવવા એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યા છે.

કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર અર્પિત સાગરે આપેલી જાહેરાતમાં જણાવ્યું છે કે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પબ્લિક ઈલેક્ટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન બનાવવાના છે તે માટે રસ ધરાવતી કંપનીઓ, ડેવલોપર અને ઓર્ગેનાઇઝેશન પાસેથી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના અભિગમ મુજબ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવવામાં આવે છે. જેમાં 10 વર્ષ માટેનું ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની પણ જવાબદારી સોંપવામાં આવનાર છે. આ માટે રજીસ્ટર એડી કે સ્પીડ પોસ્ટ થી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્ટ્રીટ લાઈટ વિભાગને તા.7 નવેમ્બર સુધીમાં મોકલવાના રહેશે.


Google NewsGoogle News