ત્રણ દાયકા જૂની સમસ્યાના ઉકેલ માટે વડોદરા કોર્પોરેશન પાસે કોઈ જ આવડત નથી: લોકોમાં રોષની લાગણી
Vadodara and Water Logging Problems: બુધવારે શહેરમાં પડેલા વરસાદના કારણે પૂર્વ વિસ્તાર સહિતના નિચાણવાળા સ્થળોએ જળબંબાકાર સર્જાયો હતો. 12 કલાકથી વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં પૂર્વ વિસ્તારની કેટલીક સોસાયટીઓ માંથી હજી પણ પાણી ઉતર્યા નથી જે કોર્પોરેશનના તંત્રની નિષ્કાળજી છતિ કરે છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીના કારણે કાયમ કકળાટ સર્જાતો હોય છે ઉનાળો હોય ત્યારે પીવાના પાણીની અછત અને ચોમાસુ હોય ત્યારે વરસાદી પાણી ભરાવાથી થતી હાલાકી. પૂર્વ વિસ્તારમાં આ સમસ્યા વર્ષો જૂની છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર ને આ સમસ્યા ઉકેલવામાં કોઈ જ રસ નથી. કે પછી કોર્પોરેશનના તંત્રને પાસે આ સમસ્યા દૂર કરવાની કોઈ આવડત નથી.તેવો આક્રોશ લોકોએ વ્યક્ત કર્યો છે.
ગઈકાલે રાત્રે 10 વાગ્યાથી સમગ્ર શહેરમાં વરસાદ બંધ થઈ ગયો છે શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણી ઓસરી ગયા છે. જાહેર માર્ગો પર પણ પાણી નીકળી ગયા છે પરંતુ આજવા રોડ મહાવીર હોલથી કિશનવાડી તરફ જવાના રસ્તે આવેલી પરિવાર વિદ્યાલય ચાર રસ્તાની આજુબાજુની તમામ સોસાયટીઓમાં હજી પણ વરસાદી પાણી ભરાયા છે કેટલાક ઘરોમાં તો હજી પણ અડધો ફૂટ પાણી છે.