Get The App

વડોદરા કોર્પોરેશન લક્કડપીઠાની જમીન પર નવી વોર્ડ ઓફિસ અને અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર બનાવશે

Updated: May 5th, 2023


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશન લક્કડપીઠાની જમીન પર નવી વોર્ડ ઓફિસ અને અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર બનાવશે 1 - image


- વોર્ડ નંબર 16 ઓફિસ માટે બે કરોડના ખર્ચનો અંદાજ તૈયાર કરાયો

- ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે

- કોર્પોરેશને બાકી રહેલી સાતમાંથી ત્રણમાં નવી વોર્ડ ઓફિસ તૈયાર કરી દીધી

વડોદરા,તા.05 મે 2023,શુક્રવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોમા તળાવથી ગણેશ નગરની વચ્ચેના વિસ્તારમાં લક્કડપીઠાની જમીન પર કપુરાઈ વોર્ડ નંબર 16 ની નવી વહીવટી વોર્ડ ઓફિસ આશરે બે કરોડના ખર્ચે બનાવવામાં આવશે. આ માટે હાલ ખર્ચનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે, અને ટૂંક સમયમાં તેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનના કહેવા અનુસાર કપુરાઈ વોર્ડ નંબર 16 ની વહીવટી વોર્ડ ઓફિસ હાલ વોર્ડ નંબર 14 માં કાર્યરત છે.

વડોદરા કોર્પોરેશન લક્કડપીઠાની જમીન પર નવી વોર્ડ ઓફિસ અને અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર બનાવશે 2 - image

અગાઉ સુશાસન સપ્તાહની ઉજવણી દરમિયાન દરેક વોર્ડ દીઠ તેની વહીવટી વોર્ડ ઓફિસ મળે તે અભિગમ સાથે કામગીરી શરૂ કરવામાં આવી હતી. કોર્પોરેશનની સાત નવી વૉર્ડ ઓફિસ બનાવવાની વાત છે. તેમાં ત્રણમાં તો ઓફિસ બની ગઈ છે, જ્યારે કપૂરાઈની વોર્ડ 16 ઓફિસ માટે લક્કડપીઠાની જગ્યા ઉપયોગમાં લેવાશે. અહીં નવું અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર પણ બનાવવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વોર્ડ નંબર 16 ની નવી ઓફીસ માટે બાંધકામ કરવા ખાતમુહૂર્ત જેમ બને તેમ જલ્દી કરવામાં આવશે. હાલ વોર્ડ 16 ની ઓફિસ 14 માં કાર્યરત હોવાથી લોકોને તેમના કામો માટે છેક ત્યાં સુધી જવું પડે છે. કોર્પોરેશન દ્વારા જે તે વોર્ડમાં જ વહીવટી વોર્ડ ઓફિસ શરૂ કરવા પાછળનું કારણ એ હતું કે કામગીરી ઝડપથી થાય, દૂર સુધી જવું ન પડે અને સમયનો પણ બચાવ થાય વોર્ડ નંબર 16ની નવી ઓફિસ બન્યા બાદ લોકોને દૂર સુધી જવું નહીં પડે.


Google NewsGoogle News