રાત્રી બજારમાં વેપારીઓએ બે દિવસમાં ક્ષતિઓ દૂર નહીં કરતા આખરે વડોદરા કોર્પોરેશને 31 દુકાનની સીલ મારતા વિવાદ
વડોદરા,તા.29 જાન્યુઆરી 2024,સોમવાર
વડોદરાના હરણી લેક ઝોનમાં બોટ ઊંધી વળી જતા સર્જાયેલી કૃણાંતિકામાં સલામતીના ગંભીર છબરડા બહાર આવ્યા બાદ કુંભકર્ણની ઘોર નિંદ્રામાંથી અચાનક જાગેલા કોર્પોરેશનના તંત્રએ કારેલીબાગ રાત્રી બજારની 31 ખાણીપીણીની દુકાનોમાં કેટલીક ગંભીર ક્ષતિઓના કારણે તાત્કાલિક ધોરણે દુકાનો બંધ કરી દેવા નોટિસો આપ્યા બાદ આજે બે દિવસ દરમિયાન રાત્રી બજારના વેપારીઓએ સદીઓ દૂર નહીં કરતા કોર્પોરેશન આજે તાત્કાલિક અસરથી 31 દુકાનો અને સીલ મારી દીધું હતું જેથી વેપારીઓએ વિરોધ કર્યો હતો. તંત્રએ ઠેર ઠેર સઘન ચેકિંગ શરૂ કર્યું હતું. જેમાં જર્જરીત છ જેટલી સ્કૂલોને નોટિસો ફટકારવામાં આવી હતી.
ત્યારબાદ કારેલીબાગ રાત્રી બજારના પ્રારંભથી જ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતી લાલિયાવાડી અને તંત્રના આખ આડા કાનને કારણે ખાણીપીણીના દુકાનદારોને છુટ્ટો દોર મળી ગયો હતો. પરંતુ હરણી બોટ દુર્ઘટના બાદ રાત્રી બજારમાં રાતોરાત સઘન ચેકિંગ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગની દુકાનોના લાઈટના વાયરો બહાર લટકતા હોવાનું અને કેટલાક વેપારીઓ ખુરશી ટેબલ દુકાનની બહાર રાખીને દબાણ કરતા હોવાનું પણ જણાયું હતું આ ઉપરાંત ગેસ સિલિન્ડરો પણ બહાર રાખીને જે તે જગ્યાએ ખાણીપીણીની ચીજો બનાવતા હોવાનું પણ તંત્રના ધ્યાન પર આવ્યું હતું. આ ઉપરાંત અન્ય પણ કેટલીક ક્ષતિઓ જણાઈ આવી હતી. જ્યારે કેટલીક ખાણીપીણીની દુકાનો પાસે અવારનવાર તકરાર અને ઝઘડા પણ થતા હોવાનું પાસમાં બહાર આવ્યું હતું. પરિણામે 31 જેટલી ખાણીપીણીની દુકાનદારોને તાત્કાલિક ધોરણે નોટીસો ફટકારીને બે દિવસમાં તમામ ક્ષતિઓનું નિરાકરણ લાવવા જણાવાયું હતું અન્યથા આ ખાણીપીણીની દુકાનો તાત્કાલિક ધોરણે બંધ રાખવા જણાવ્યુ પરંતુ વેપારીઓએ બે દિવસમાં કામગીરી પૂર્ણ નહીં કરતા આજે વડોદરા કોર્પોરેશન તંત્ર એક્શનમાં આવી તાત્કાલિક અસરથી 31 દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું જેનું વ્યાપારીઓએ વિરોધ કરી મુદતની માગણી કરી હતી.