વડોદરા કોર્પોરેશનને જમીન મહેસુલ બિનખેતી અને ઇરીગેશન સેસની 21.87 લાખની ગ્રાન્ટ મળી
આ ગ્રાન્ટ સામે 33.50 લાખના ખર્ચે પાણી સુવિધાના કામો કરવામાં આવશે
વડોદરા, તા. 18 જાન્યુઆરી 2024 ગુરૂવાર
રાજય સરકાર ધ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને જમીન મહેસૂલ બિન ખેતી અને ઈરીગેશન સેસની વર્ષ 2022-23 ની ગ્રાંટ પેટે 21.87 લાખ ની ફાળવણી કરેલ છે. ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના હુકમમાં સુચવ્યા મુજબનાં અગ્રતાક્રમાનુસાર કામોનો સમાવેશ કરી સામાન્ય સભાની મંજુરી મેળવી ગ્રાન્ટનો વપરાશ કરવા કહ્યું છે.શહેરમાં હાલના વિવિધ આંતરમાળખાકીય વિકાસના કામો માટે અગ્રતા ક્રમ મુજબ કરવાની જરૂરીયાત છે ,તેવાં વિકાસના કામો ધ્યાને લઇને કોર્પોરેશનના ઝોન કક્ષાએથી સૂચવેલ કામોનો આ ગ્રાંટ પેટે દરખાસ્તમાં સમાવેશ કરેલ છે. જેમાં પૂર્વ ઝોનપૂર્વ વોર્ડ-4 માં 15 લાખના ખર્ચે મધુવન પેલેસની બાજુના રસ્તે નવી પાણીની લાઈન,પશ્ચિમ ઝોનવોર્ડ-8 મા શીલાલેખ ડુપ્લેક્ષ અલકાપુરી ખાતે પાણી નું પ્રેસર સુધારણાનું કામ 7.50 લાખના ખર્ચે ,દક્ષિણ ઝોનવોર્ડ-19માં મકરપુરા હનુમાનજી મંદિર સામે વારંવાર લીકેજ થતું હોવાથી પાણીની લાઈન બદલવાનું કામ 5 લાખના ખર્ચે તથા ઉત્તર ઝોન વોર્ડ-13 માં ખંડેરાવ માર્કેટની સામે ખાડિયા પોળ -2 માં પાણીની બાદલવાનુ કામ 5 લાખના ખર્ચે મળી કુલ 33. 50 લાખની કામગીરી કરવાની થશે .આમ, સરકાર ધ્વારા ફાળવવામાં આવેલ જમીન મહેસૂલ બિન ખેતી અને ઈરીગેશન સેસ ની 21.87 લાખ ગ્રાંટની ફાળવણી પરત્વે દરખાસ્તમાં રજુ કરેલ 33.50 લાખ નાં કામોને મંજુરી આપવા અંગેની દરખાસ્ત સરકાર મા રજુ કરવા સમિતિમાં દરખાસ્ત મંજૂરી માટે મુકાઈ છે. આ દરખાસ્ત અને અંતિમ મંજૂરી માટે સમગ્ર સભામાં રજૂ કરવામાં આવશે.