લોકસભાની ચૂંટણી અને કારણે વડોદરા કોર્પોરેશન આ વર્ષે બજેટમાં કર-દરમાં વધારો કરે નહીં તેવી શક્યતા

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
લોકસભાની ચૂંટણી અને કારણે વડોદરા કોર્પોરેશન આ વર્ષે બજેટમાં કર-દરમાં વધારો કરે નહીં તેવી શક્યતા 1 - image

વડોદરા,તા.12 જાન્યુઆરી 2024,શુક્રવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2024-25 માટેનું ડ્રાફ્ટ બજેટ અને વર્ષ 2023-24 માટેનું રિવાઇઝ બજેટ આગામી તારીખ 29 જાન્યુઆરીના રોજ કમિશનર દ્વારા સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં  આવશે. ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી બજેટમાં વધારાના કોઈ કર-દર સૂચવવામાં નહિ આવે એવું અનુમાન છે. ઉપરાંત કેટલાક વિકાસલક્ષી કામોમાં પણ વધારો કરવામાં આવે તેવું મનાઈ છે. 

પાલિકાનું બજેટ તારીખ 20 ફેબ્રૂઆરી અગાઉ મંજૂર કરવાનું હોય છે. પ્રતિ વર્ષ જાન્યુઆરી મહિનામાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ બજેટ રજૂ થતું હોય છે. સૌપ્રથમ સ્થાયી સમિતિના સભ્યો દ્વારા તેનો અભ્યાસ થયા બાદ બજેટને મંજૂર કરવા સમગ્ર સભામાં મૂકવામાં આવે છે અને ચર્ચા બાદ તે અંગેના અંતિમ નિર્ણયો લેવાતા હોય છે. આગામી તારીખ 29 જાન્યુઆરીના રોજ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા બજેટ સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી શકે છે.

બજેટ રજૂ થયા બાદ તારીખ 30, 31 જાન્યુઆરી અને તારીખ 1, 2 અને 3 ફેબ્રૂઆરીના રોજ સ્થાયી સમિતિના સભ્યોની બેઠકો શરૂ થઈ જશે. સ્થાયી સમિતિ બજેટ અંગે ચર્ચા કર્યા બાદ તેને મંજૂરી અર્થે સમગ્ર સભામાં મોકલશે. જેમાં સભામાં ચર્ચા વિચારણાના દૌર માટે વિશેષ સભાનું સત્ર પણ બોલાવવામાં આવશે. અંદાજે ત્રણેક દિવસની ચર્ચા બાદ બજેટને આખરી મંજૂરી મળી શકે છે. 2024ના વર્ષમાં લોકસભાની ચૂંટણી હોવાથી પાલિકાના બજેટમાં વધારાના કોઈ કર-દર રજુ થવાની શક્યતા નહિવત જણાવી રહી છે. ઉપરાંત રૂપિયા 3500થી 4000 કરોડ સુધીનું પાલીકાનું બજેટ હોવાનું અનુમાન છે. ત્યારે ચૂંટણીમાં મતદારોને આકર્ષવા રૂપિયા 3000 કરોડ જેટલાના વિકાસના કામો રજૂ થાય તેવું અનુમાન છે. વડોદરા શહેરમાં મેટ્રો ટ્રેનનું કામ શરૂ કરવાની દરખાસ્ત બજેટમાં રજૂ થવાની શક્યતા જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉથી સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી "શહેરીજનોને કોઈ નવું નજરાણું આપવા આવશે" એવું કહી ચૂક્યા છે.


Google NewsGoogle News