વડોદરામાં મીઠાઈ ફરસાણના વેપારીઓને ખાદ્ય પદાર્થોમાં માત્ર નેચરલ કલર જ વાપરવા કોર્પોરેશનની સૂચના

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
વડોદરામાં મીઠાઈ ફરસાણના વેપારીઓને ખાદ્ય પદાર્થોમાં માત્ર નેચરલ કલર જ વાપરવા કોર્પોરેશનની સૂચના 1 - image


Vadodara Corporation : આગામી આવતા તહેવારોને અનુલક્ષીને ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયાના નિયમો દ્વારા વેપારીઓએ શું-શું તકેદારીઓ રાખવી તે અંગેની એક મીટીંગનું આયોજન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ક૨વામાં આવ્યું હતું.

મિટિંગમાં ઉપસ્થિત રહેલા મીઠાઈ ફરસાણના વેપારીઓને કેટલીક બાબતોની તાકીદ કરવામાં આવી હતી. ખાસ તો મીઠાઇઓ માવામાંથી બને છે કે બરફીમાંથી તે જાહે૨ ક૨વાની અને તમામ ખાદ્ય ખોરાકમાં નેચ૨લ કલ૨નો જ ઉપયોગ કરવા તેમજ સીન્થેટીક કલ૨ વા૫૨વો નહીં તે અંગે સૂચિત કરવામાં આવ્યા હતા. જે મીઠાઇઓમાં સીન્થેટીક કલ૨ વાપ૨વાની પ૨વાનગી હોય તેમાં 100 પી.પી એમ ક૨તા વધુ કલર હશે તો તેને સબ-સ્ટાન્ડર્ડ અથવા અનસેફ જાહે૨ ક૨વામાં આવશે એવું પણ જણાવ્યું હતું. ડ્રાયફુટ્સની મીઠાઇઓ, કોપરાપાક વિગેરેમાં માત્ર નેચરલ કલર વાપરવાની છૂટ છે. ઘીની મીઠાઇઓ કયાં ઘીમાંથી બનાવવામાં આવેલ છે તે ગ્રાહકોને વંચાય તે રીતે દર્શાવતુ બોર્ડ મૂકવું પડશે. લેબલીંગ અને પેકીંગ ખાદ્ય પદાર્થોમાં યુઝ બાય ડેટ અથવા તો એક્ષપાયરી ડેટ લખેલુ નહીં હોય તો તે ખાદ્ય પદાર્થ મીસ બ્રાન્ડેડ થશે. કોઇ ફરસાણ વારંવા૨ ઉકાળેલા તેલમાં બનાવવું નહીં તેવી પણ સૂચના અપાય હતી. જો ઉકાળેલા તેલમાં ફરસાણ બનાવાય અને તેલની માત્રા ચેકિંગમાં 25 TPC થી વધુ હશે તો આવી વાનગીઓ સબ-સ્ટાન્ડર્ડ અથવા અનસેફ જાહેર થઈ શકે છે. ધંધાના સ્થળે દ૨ ત્રણ મહીને પેસ્ટ કન્ટ્રોલ અને દ૨ છ મહીને પાણીનો તથા ખાદ્ય પદાર્થનો ટેસ્ટીંગ રીપોર્ટ કરાવવાનો ૨હેશે અને આ રિપોર્ટ લાઈસન્સ રીન્યુ કરાવતી વખતે ૨જુ ક૨વાનો રહેશે.


Google NewsGoogle News