વડોદરા કોર્પોરેશન બાલિકા દિન નિમિત્તે વિદ્યાર્થીનીઓની સામાન્ય સભા યોજાઈ
વડોદરા,તા.24 જાન્યુઆરી 2024,બુધવાર
વડોદરા કોર્પોરેશન ખાતે આજે બાલિકા દિન નિમિત્તે વિદ્યાર્થીનીઓ દ્વારા સામાન્ય સભાનું આયોજન કરી નવો અભિગમ અપનાવવામાં આવ્યો હતો. 24 જાન્યુઆરી 1966ના રોજ મહિલા પ્રધાનમંત્રી તરીકે ઇન્દિરા ગાંધીએ શપથ લીધી હતી ત્યારથી તા.24મી જાન્યુઆરીના રોજ ભારતમાં રાષ્ટ્રિય બાલિકા દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. તેના ભાગરૂપે તેજસ્વિની વિધાનસભાથી વિદ્યાર્થિનીઓ કરશે.
વિધાનસભા-જિલ્લા પંચાયતો-કોર્પોરેશનોમાં વિદ્યાર્થિનીઓની સભા કરવામાં આવી હતી. માંડી તેજસ્વિની પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે ગાંધીનગર વિધાનસભા તેમજ ગુજરાતની તમામ કોર્પોરેશનો જિલ્લા પંચાયતોની સભાની સંચાલનનું કાર્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજીત કાર્યક્રમમાં તા.24મીના રોજ બપોરે બાર વાગે ગુજરાત વિધાનસભા તેમજ જિલ્લા પંચાયતો અને મહાનગર પાલિકાઓ ખાતે તેજસ્વિની પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેજસ્વિની પંચાયતમાં દીકરીઓ સામાન્ય સભામાં જુદા જુદા મુદ્દા લઇને દીકરીઓ દ્વારા તેજસ્વિની પંચાયતમાં ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાએ અને કોર્પોરેશનની સભાની જેમ વિદ્યાર્થિનીઓ બેસીને સંચાલન કરશે. સમગ્ર રાજ્યમાં બપોરે 12 થી 1.15 દરમ્યાન સમગ્ર સભાનું આયોજન મળશે આ તેજસ્વિની પંચાયતમાં અનામત, આરોગ્ય, શિક્ષણ મતદાન જાગૃતિ, મહિલા સામાજિક દુષણો વગેરે મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી. તેમ જાણવા મળે છે.