વડોદરા કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં વ્હીકલ ટેક્સની 26.27 કરોડ આવક થઈ

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં વ્હીકલ ટેક્સની 26.27 કરોડ આવક થઈ 1 - image


- હવે વ્હીકલ ટેક્સ ભરવા કોર્પોરેશનએ ઓનલાઇન સુવિધા પણ ચાલુ કરી

વડોદરા,તા.31 ઓક્ટોબર 2023,મંગળવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજીવન વ્હીકલ ટેક્સની મહત્તમ વસુલાત થાય તે માટે વાહન વ્યવહાર વિભાગ-વડોદરાના સહયોગ થી આરટીઓ કચેરી દ્વારા વાહન ટેક્સની પાવતી જોઇને જ નવા વાહનનુ રજીસ્ટ્રેશન થાય તે પ્રકારનુ સંકલન કરવામાં આવ્યું છે. આ માટે આરટીઓ કચેરી પણ સક્રિય છે. કરદાતાઓ તમામ વોર્ડ કચેરીઓમાં પણ વાહનકર ભરી શકાય તેવી વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા ગોઠવવામાં આવી હતી પરંતુ હવે તેમાં ઓનલાઈન સુવિધાનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આજીવન વાહન ટેક્સની ચાલુ વર્ષે અત્યાર સુધીમાં વડોદરા કોર્પોરેશનને 26.27 કરોડની આવક થઈ છે.

વડોદરા કોર્પોરેશનની હદ વિસ્તારમા રહેતા લોકો દ્વારા ખરીદવામાં આવતા નવા વાહનનો વ્હીકલ ટેક્સ કોર્પોરેશનમાં ભ૨વાનો થાય છે. અત્યાર સુધી ફક્ત વોર્ડ કચેરીમાં જઇને રૂબરૂ વ્હીકલ ટેક્સ ભ૨પાઈ કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. જોકે હાલમાં નવી ઓનલાઇન સુવિધા ઊભી કરેલ છે. નવી ઓનલાઇન સેવા મુજબ કોઇપણ નાગરિક અથવા ડીલર્સ ભરવાપાત્ર થતો વ્હીકલ ટેક્સ વડોદરા કોર્પોરેશનની વેબસાઇટ www.vmc.gov.in પર ઓનલાઇન પણ ભરી શકશે. લોકોની અનુકૂળતા મુજબ વોર્ડ કચેરીમાં જઈને રૂબરૂમાં પણ ભરી શકાશે તેવું કોર્પોરેશન દ્વારા જણાવાયું છે.


Google NewsGoogle News