વડોદરાના નવાપુરા વિસ્તારમાં તંત્ર દ્વારા નડતરરૂપ અનેક ઓટલા તોડીને રસ્તા ખુલ્લા કરાયા

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
વડોદરાના નવાપુરા વિસ્તારમાં તંત્ર દ્વારા નડતરરૂપ અનેક ઓટલા તોડીને રસ્તા ખુલ્લા કરાયા 1 - image

વડોદરા,તા.18 સપ્ટેમ્બર 2023,સોમવાર

વડોદરા શહેરની ચારેય દિશામાં તથા આંતરિક અંતરિયાળ રસ્તે ઠેર ઠેર ગેરકાયદે દબાણનો રાફડો ફાટ્યો છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા નવાપુરા વિસ્તારમાં ઠેર ઠેર બનાવેલા ગેરકાયદે અનેક ઓટલાના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના અંતરિયાળ વિસ્તાર નવાપુરા ખાતે રહેણાંક મકાનના રહીશો દ્વારા ઠેર ઠેર ગેરકાયદે ઓટલા આવ્યા હોવાથી રોડ રસ્તા સાંકડા થઈ જવાના કારણે વારંવાર ટ્રાફિકજામ સહિત કેટલીક વાર નાની મોટી તકરારો પણ અતિ હોવાના રોજિંદા બનાવો બનતા હોવાની વારંવાર ફરિયાદો પાલિકા તંત્રને મળી હતી.

જેથી પાલિકા તંત્રના માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.પંચાલની આગેવાની હેઠળ દબાણ શાખાની ટીમ આજે નવાપુરા વિસ્તારમાં પહોંચી હતી જ્યાં અનેક રહેણાંક મકાનોની આગળ બનાવવામાં આવેલા નાના મોટા ઓટલાઓ પાલિકા તંત્રની દબાણ શાખા એ તોડી નાખીને રસ્તા ખુલ્લા કર્યા હતા.


Google NewsGoogle News