વડોદરા કોર્પોરેશન દ્વારા આજવા રોડ વિસ્તારમાં ગંદકી ફેલાવતા ખાણીપીણીના લારી-ગલ્લાવાળાઓને રૂ.30,000 નો દંડ ફટકાર્યો

Updated: May 25th, 2024


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશન દ્વારા આજવા રોડ વિસ્તારમાં ગંદકી ફેલાવતા ખાણીપીણીના લારી-ગલ્લાવાળાઓને રૂ.30,000 નો દંડ ફટકાર્યો 1 - image


Vadodara Corporation : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આજવા રોડ પર જાહેરમાં કચરો અને ગંદકી ફેકનારા લારી ગલ્લાવાળા સામે પાલિકા તંત્ર દ્વારા રૂ.૩૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. 

સ્માર્ટ સિટી અંતર્ગત અને હાલમાં પડી રહેલી ત્રાહીમામ ગરમીના કારણે કોઈ રોગચાળો ફેલાય નહીં એવા ઇરાદે પાલિકાના ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેરની સૂચના મુજબ સ્ટાફે ગઈકાલે આજવા રોડ વિસ્તારમાં લારી ગલ્લાઓનું ચેકિંગ કર્યું હતું અને સફાઈ મુદ્દે જરૂરી સૂચના આપી હતી.

 દરમિયાન આજવા મેઇન રોડ પર ઠેર ઠેર ખાણીપીણીના લારી ગલ્લા તંબુના ગેરકાયદે દબાણ કરનારાઓ ખાણીપીણીનો કચરો અને ગંદકી જાહેર રોડ પર ફેંકે છે. જેથી લોકોને સ્વાસ્થ્ય બગડવાની સતત આશંકા રહે છે. સ્માર્ટ સિટી અંતર્ગત અને કોઈ રોગચાળો ફેલાય નહીં એવા ઇરાદે કરાયેલા ચેકિંગમાં આવા તમામ લોકો સામે પાલિકા તંત્ર દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો.


Google NewsGoogle News