BOBમાં એકાઉન્ટ ધરાવનાર વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓને ઇન્સ્યોરન્સ સહિત અન્ય લાભ મળશે

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
BOBમાં એકાઉન્ટ ધરાવનાર વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓને ઇન્સ્યોરન્સ સહિત અન્ય લાભ મળશે 1 - image

વડોદરા,તા.02 નવેમ્બર 2023,ગુરૂવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કાયમી કર્મચારીઓ તેમજ પેન્શનરો અને ફેમિલી પેન્શનરોનું બેંક ઓફ બરોડામા હાલમાં ખાતું ચાલુ હોય અને તેમનો પગાર પેન્શન આ ખાતામાં જમા થતો હોય તેવા તમામ આવ્યા હાલના ખાતાઓને બેંક ઓફ બરોડા દ્વારા 'બરોડા ગવર્નમેન્ટ એમ્પ્લોય સેલેરી એકાઉન્ટમાં અપગ્રેડ કરવાથી આકસ્મિક અકસ્માત વીમા ઉપરાંત માત્ર કાયમી કર્મચારીઓ માટે સ્પેશિયલ ટર્મ ઇન્સ્યોરન્સનો પણ લાભ અપાશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે બેંક ઓફ બરોડા દ્વારા ગવર્નમેન્ટ એમ્પ્લોય સેલેરી એકાઉન્ટ હેઠળ મળનારા ઇન્સ્યોરન્સ અને પ્રિવિલેજ -સર્વિસ માં કર્મચારીની કેટેગરી મુજબ ઇન્સ્યોરન્સ જુદા જુદા સ્લેબ પ્રમાણે મળશે જેમાં મહત્તમ 60 લાખ અથવા તો વાર્ષિક આવકના 10 ગણા મળી શકશે. વીજ રીતે પર્સનલ વીમો પણ કવર થશે.

જ્યારે પાલિકાનો કોઈપણ કર્મચારી કાયમી રીતે અપંગ બને છે તો તેને છ લાખ સુધીના વિમાનું કવચ મળશે. આ ઉપરાંત ઓવરડ્રાફ્ટની પણ ફેસીલીટી મળી શકશે. જ્યારે બેંક દ્વારા કાપવામાં આવતો એસએમએસ ચાર્જ પણ બંધ કરવામાં આવશે. પાલિકાના કર્મચારીનું કુદરતી રીતે કુશાન થાય તો તેવા કિસ્સામાં જુદી જુદી કેટેગરી પ્રમાણે વિમાની રકમ મૃતકના પરિવારજનોને મળશે.

બેંક ઓફ બરોડા દ્વારા પાલિકાના કાયમી કર્મચારીઓ પેન્શનરોએ કે પછી ફેમિલી પેન્શનરોએ જેમનો પગાર બચત ખાતામાં કોઈ પણ શાખામાં થતો હોય તો તેને અપગ્રેડ કરાવવાનું રહેશે જેથી પાલિકાના આ કર્મચારીઓને જુદા જુદા લાભ મળી શકે છે. પાલિકાના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કાયમી કર્મચારીઓના નામ હોદ્દો જન્મ તારીખ કેટેગરી બેન્ક એકાઉન્ટ નંબર બ્રાન્ચની માહિતી વિભાગના સંકલનમાં રહીને હાર્ડ તેમજ સોફ્ટ કોપીમાં હિસાબી શાખાને મોકલવાની રહેશે.

તેવી જ રીતે હિસાબી શાખાના પેન્શન વિભાગ દ્વારા પેન્શનરોના નામ બેન્ક એકાઉન્ટ નંબર બ્રાન્ચ સહિતની માહિતી સર્ટિફાઇડ કરવાની રહેશે. હિસાબી શાખા દ્વારા કાયમી કર્મચારી અને પેન્શનરો ફેમિલી પેન્શનરોની સર્ટિફાઇડ કરેલ બેંક ખાતાઓ સહિતની યાદીની કોપી પણ  બેંક ઓફ બરોડાને હયાત ખાતાઓને બરોડા ગવર્મેન્ટ એમ્પ્લોઇ સેલેરી એકાઉન્ટમાં અપગ્રેડ કરવા માટે આપવાના રહેશે. આ યોજનાનો લાભ આગામી તા.10 નવેમ્બર 2023 થી કરવાનો હોવાથી સંબંધિત તમામ વિભાગોએ નિયત સમયમાં કાર્યવાહી પૂરી કરાવી જરૂરી છે. 

આ ઉપરાંત હવે પછી નવી નિમણૂક પામનાર કર્મચારી જ્યારે કાયમી થાય અથવા તો કોઈ કર્મચારી નિવૃત્ત થઈને પેન્શનર બને કાં તો કોઈ કર્મચારી પેન્શનરની હયાતી ન હોવાના પ્રસંગે જે તે વિભાગે સામાન્ય વહીવટ અથવા પેન્શન વિભાગમાંથી જરૂરી માહિતી સર્ટિફાઇડ કરાવીને હિસાબી શાખામાં મોકલવી જરૂરી છે. હિસાબી શાખાએ નવા કાયમી થયેલા કર્મચારીઓ પેન્શનરો ફેમિલી પેન્શનરોના પગાર પેન્શન ખાતાઓને અપગ્રેડ કરવા અંગેની તમામ કાર્યવાહી બેંક ઓફ બરોડા ના સંકલનમાં રહીને કરવી જરૂરી હોવાનું મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું છે.


Google NewsGoogle News