Get The App

વડોદરા : દંતેશ્વરની જમીનનું વળતર ચૂકવવાનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચતા ફરી સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થતા વિવાદ

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
વડોદરા : દંતેશ્વરની જમીનનું વળતર ચૂકવવાનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચતા ફરી સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થતા વિવાદ 1 - image

વડોદરા,તા.29 નવેમ્બર 2023,બુધવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં દંતેશ્વર 40 મીટરના રીંગરોડ થી 36 મીટર સુધી રેવન્યુ સર્વે નંબર 402 પૈકી થી 351 સુધીની 18 મીટર રસ્તારેષામાં કપાત થતી જમીનો પૈકી દંતેશ્વર સરવે નંબર 395 વાળી જમીનના ક્ષેત્રફળ 2878.50 ચોરસ મીટરમાં વળતરની માંગણી અંગે મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો જેમાં હાઇકોર્ટે સ્થાયી સમિતિનો નિર્ણય તારીખ 19/12/2023 પહેલા જાણ કરવાની હોવાથી ફરી એક વખત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.

 સ્થાયી સમિતિમાં રજૂ થયેલી દરખાસ્તમાં જણાવ્યું છે કે, દંતેશ્વર 40 મીટર રીંગરોડ થી 36 મીટર સુધી રેવન્યુ સર્વે નંબર 402 પૈકી થી 351 સુધીની 18 મીટર મંજૂર થયેલી રસ્તારેષા આવેલ છે. મોજે દંતેશ્વર રે.સ.નં.395 વાળી જમીન રજાચિઠ્ઠી વર્ષ 2001-02, તા.3/9/01 તથા તા.08-11-03 થી નકશા મંજુર કરાવી સ્થળે રસ્તારેષામા કપાત થતી જમીન ખુલ્લી છોડી બાંધકામ કર્યું છે. તેમજ કપાત થતી જમીનમા વળતર મેળવવા અંગે અરજદાર ગોપાલભાઇ ભગવાનદાસ વિગેરેની અરજી આવેલ છે.

અગાઉ રસ્તા રેષામાં અસરકર્તાઓની ખુલ્લી કરેલ જમીન કપાત બાદ બાકી રહેતી જમીનના બાંધકામમાં FSI/TDR આપવા અંગે સામાન્ય સભાએ તા.10/04/2017 થી ઠરાવ કરવામા આવેલ છે પરંતુ આ રસ્તારેષામા કપાત થતી જમીન માટે અરજદારની વળતર આપવા અંગેની માંગણી આવેલ છે. જમીન સંપાદન અધિનિયમ 2013 મુજબ જંત્રીના બમણા પ્રમાણે એટલે કે જંત્રીનો પ્રતિ ચો.મી. નો ભાવ રૂ.9500 x 2 મુજબ કપાત થતી અંદાજીત જમીન 2878.50 ચો.મી. માટે રૂ.5,46,91,500/-ચુકવવાના થાય છે. અગાઉ આ રસ્તારેષામાં રે.સ.ન. 351 તથા 352/1-2 ની કપાત થતી જમીનનુ ક્ષેત્રફળ અનુક્રમે 1482.00 ચો.મી, 5373.57 ચો.મી. ના અનુક્રમે રૂ.13,48,620/- તથા રૂ.48,89,949/- વળતર થી તારીખ 21-3-09 અને 27-02-2007 ના રોજ સંપાદન કરી વળતર ચુકવેલ છે.

 વડોદરા મહાનગર પાલીકાના હદ વિસ્તારમા સમાવિષ્ટ થતા મોજે દંતેશ્વર 40.00 મી રીંગરોડ થી 36મી. સુધી રે.સ. નં 402 પૈકી થી 351 સુધીની 18.00મી. મંજુર થયેલ  રસ્તારેષામાં આવેલ રે.સ.ન. 395 ના અરજદારની વળતર અંગેની માંગણી આવેલ હોય કિમંતરૂ.5,46,91,500/- ચુકવવાના થાય છે.

 આ દરખાસ્ત સ્થાયી સમિતિ એ વર્ષ 2020 થી મુલતવી કરી દીધી હતી તે બાદ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો જે અંગે હાઇકોર્ટે તારીખ 19-12-2023 પહેલા સ્થાયી સમિતિનો નિર્ણય કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું છે. જેથી ફરી એકવાર આ દરખાસ્ત થાય સમિતિમાં રજૂ કરવામાં આવી છે ત્યારે વર્ષ 2011 અગાઉની જંત્રી પ્રમાણે રૂ. છ લાખ કોર્પોરેશનની સ્થાયી સમિતિ નાણા ચુકવવા નિર્ણય કરશે કે પછી વર્ષ 2013 થી જંત્રીના બમણા ભાવ પ્રમાણે રૂ.5.46 કરોડ ચુકવવા નિર્ણય કરશે તે જોવાનું રહે છે.


Google NewsGoogle News