ટેમ્પો ભાડેથી ફેરવવા લઈ જઈ સગેવગે કરી દેતા ફરિયાદ
Vadodara News : વડોદરાના તલસટ ગામની શ્રીજી ખડકીમાં રહેતા રામસિંગભાઈ લલ્લુભાઈ ઠાકોર ખાનગી કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે 2021ના વર્ષમાં અમે મારા ધંધા માટે ટેમ્પો પાદરાના જસપુર ગામે રહેતા જગદીશભાઈ પઢીયાર પાસેથી 3.5 લાખમાં ખરીદ્યો હતો. જે ટેમ્પો હું તથા મારો મિત્ર રાકેશભાઈ માવી ચલાવતા હતા ત્યારબાદ મને નોકરીમાંથી ટાઈમ ન મળતો હોવાથી તેમજ રાકેશ બીજા કામમાં વ્યસ્ત રહેતો હોવાથી ટેમ્પો પડી રહ્યો હતો. રાકેશ માવીની બાજુમાં રહેતા સોનલબેનના ભાઈ રાજેશ મહેન્દ્રભાઈ ચારેલ (રહેવાસી ગુલ તેરા ઝાલોદ રોડ, દાહોદ) મારી પાસે આવ્યો હતો અને બે મહિના માટે ટેમ્પો ભાડે ચલાવવા માટે લઈ આવ્યો હતો. તેની સાથે 20,000 રૂપિયા ભાડું નક્કી થયું હતું. રાજેશ એક મહિના સુધી ભાડું આપ્યું હતું. ત્યારબાદ ભાડું આપ્યું ન હતું તેમ જ ટેમ્પો પણ પરત આપતો નથી.