વડોદરા સીટી પોલીસે વારસીયા વિસ્તારમાં વિદેશી દારૂ ઝડપાયો, બે વોન્ટેડ

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
વડોદરા સીટી પોલીસે વારસીયા વિસ્તારમાં વિદેશી દારૂ ઝડપાયો, બે વોન્ટેડ 1 - image

image : Freepik

Liquor Crime in Vadodara : વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં સીટી પોલીસે રેડ કરીને 26 હજારનો વિદેશી દારૂ ઝડપાયો હતો. જ્યારે બે શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરા શહેરના ઘણા વિસ્તારમાં દારુનું ચોરીછુપી રીતે વેચાણ કરવામાં આવે છે. સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 જુલાઇના રોજ સ્ટાફના માણસો પેટ્રોલિંગની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે વારસીયામાં આવેલા શિવધારા ફ્લેટમાં રહેતો કૃણાલ અંબાલાલ સોલંકી તથા સાહિલ ગણપત રાજપૂત બહારથી વિદેશી દારૂ લાવીને એક મકાનમાં રાખીને તેનું છૂટક વેચાણ કરે છે. અને હાલમાં તેઓ ત્યાં હાજર જ છે. જેના આધારે સિટી પોલીસે બાતમી મુજબની જગ્યા પર રેડ કરી હતી. ત્યારે સ્થળ પરથી 26 હજારનો દારૂ ઝડપાયો હતો પરંતુ બંને શખ્સો હાજર નહીં મળી આવતા તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


Google NewsGoogle News