વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાન 11° પર સ્થિર : ઠંડીમાં ઘટાડો
image : Freepik
વડોદરા,તા.23 જાન્યુઆરી 2024,મંગળવાર
છેલ્લા રાઉન્ડમાં શિયાળાની ઠંડીએ બરાબરની જમાવટ પકડી છે. વડોદરા શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 11 ડીગ્રી સેલ્સિયસ થવા પામ્યો છે. ત્યારે શહેરીજનો ઠંડીના કારણે ખૂબ ઠૂઠવાઈ ગયા છે. માત્ર રાત્રે નહીં, પરંતુ દિવસ દરમિયાન પણ તેઓએ ગરમ વસ્ત્રનો સહારો લેવો પડ્યો પડી રહ્યો છે. હજુ ચાલુ સપ્તાહ દરમિયાન લઘુત્તમ તાપમાનનો પારો નીચો રહે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. સામાન્ય નાગરિકોની સાથોસાથ પશુ-પક્ષીઓ પર પણ ઠંડીની અસર જોવા મળી છે. રાત્રિ દરમિયાન ઠંડીના ચમકારા વચ્ચે રાજમાર્ગો પર અવર જવર ખૂબ ઓછી રહી હતી. તેથી રસ્તાઓ સૂમસામ ભાસ્યા હતા. ત્યારે બીજી તરફ તારીખ 24થી 26 દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.