Get The App

વડોદરામાં માંડવી ખાતે વડોદરા સીટી હેરિટેજ તકતીનું અનાવરણ કરાયું

Updated: Aug 25th, 2023


Google NewsGoogle News
વડોદરામાં માંડવી ખાતે વડોદરા સીટી હેરિટેજ તકતીનું અનાવરણ કરાયું 1 - image


- નવરાત્રી સુધીમાં વડોદરાના 60 હેરિટેજ સ્ટ્રક્ચર્સને ક્યુઆર કોડ થી સાંકળી લેવાશે

- વડોદરામાં 142 હેરિટેજ સ્ટ્રક્ચર્સ છે

- આખો પ્રોજેક્ટ એક વર્ષમાં પૂરો કરાશે

- QR કોડ થી જે તે હેરિટેજ સ્ટ્રકચર્સની વિગતો જાણી શકાશે

વડોદરા,તા.25 ઓગસ્ટ 2023,શુક્રવાર

વડોદરા સીટી હેરિટેજની તકતીનું ઐતિહાસિક માંડવી ખાતે રાજ્યના પ્રવાસન મંત્રીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. વડોદરામાં 142 હેરિટેજ સ્ટ્રક્ચર્સ છે. બહારથી આવતા પ્રવાસીઓને હેરિટેજ સ્ટ્રક્ચર્સની માહિતી મળી રહે તે માટે દરેક હેરિટેજ સાઇટ ખાતે ક્યુઆર કોડ સાથે સાઈનેજીસ મૂકવાની શરૂઆત કરવામાં આવી છે. આ ક્યુઆર કોડ સ્કેન કરતાં જ માય વડોદરા એપ સાથે કનેક્ટ થાય છે. જેમાં હેરિટેજનું બટન દબાવતા જે તે હેરિટેજ સ્ટ્રક્ચર્સની માહિતી મળી શકે છે. વડોદરામાં હેરીટેજ સ્ટ્રક્ચર્સ સારા અને વધુ સંખ્યામાં છે, અને લોકો તેના વિશે વધારેમાં વધારે જાણતા થાય અને તેનું જતન કરે તે વધુ જરૂરી છે, તેમ અનાવરણ પ્રસંગે જણાવ્યું હતું. નવરાત્રી સુધીમાં વડોદરામાં 60 હેરિટેજ સ્ટ્રક્ચર્સને આ રીતે ક્યુઆર કોડ થી સાંકળી લેવામાં આવશે અને આખો પ્રોજેક્ટ છ મહિનાથી એક વર્ષની મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. વડોદરાના વારસાને ધ્યાનમાં રાખીને તેમજ લોકોને હેરિટેજ વારસાની જાણકારી મળી રહે અને પ્રવાસીઓ પણ આકર્ષાય તે માટે આ કામ કરવામાં આવી રહ્યું છે.

સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષના કહેવા મુજબ શહેરમાં લક્ષ્મી વિલાસ પેલેસ, ઇન્દુ મતી મહલ, ચાંપાનેર ગેટ, લેહરીપુરા ગેટ, ભદ્ર કચેરી, લાલ કોર્ટ, કીર્તિ મંદિર, રાવપુરા ટાવર, નરસિંહજી મંદિર, કીર્તિસ્થંભ, કાલાઘોડા, આર્ટસ ફેકલ્ટી, રેલવે સ્ટાફ કોલેજ, જય સિંહ રાવ પુસ્તકાલય, અરવિંદ આશ્રમ, કીર્તિસ્થંભ, નવનાથ મંદિર વગેરે જેવા 142 હેરિટેજ બાંધકામ છે. આ બધા વિશે લોકો પાસે હાથ વગી જાણકારી હોતી નથી, પરંતુ જે હેરિટેજ સાઈનેજિસ મૂકવામાં આવી રહ્યા છે, તેમાં લખાણ ક્યુઆર કોડ મૂક્યું છે. વાર તહેવાર પ્રસંગે યંગસ્ટર્સ હેરિટેજ બિલ્ડીંગનું સોશિયલ મીડિયા પર મહત્વ દર્શાવતી પોસ્ટ મૂકશે તે વાંચીને બહારના લોકો પણ વડોદરાના વારસાથી આકર્ષાશે અને તેના લીધે પ્રવાસનને પણ વેગ મળી શકે.


Google NewsGoogle News