વડોદરા : ચૂંટણી ફરજ દરમિયાન તમામ કર્મીઓને કેશલેસ તબીબી સારવાર પૂરી પડાશે

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News

ashless medical treaવડોદરા : ચૂંટણી ફરજ દરમિયાન તમામ કર્મીઓને કેશલેસ તબીબી સારવાર પૂરી પડાશે 1 - image

- ચૂંટણી વખતે હિંસા કે અકસ્માતમાં ઘાયલ થાય અથવા બીમાર પડે તો કેશલેસ નિશુલ્ક સારવાર આપવા પરિપત્ર જારી

- ચૂંટણીની જાહેરાત થાય ત્યારથી પરિણામ જાહેર થાય ત્યાં સુધી ના સમય માટે અમલ

વડોદરા,તા.14 ફેબ્રુઆરી 2024,બુધવાર

આગામી સમયમાં સામાન્ય ચૂંટણીઓ યોજવાની છે, ત્યારે ચૂંટણી  કાર્યમાં રોકાયેલા મુલ્કી, પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ, કેન્દ્રીય તથા રાજ્યના સુરક્ષા દળો તથા ચૂંટણી ફરજ પરના તમામ લોકોને ચૂંટણી ફરજ દરમિયાન હિંસક કૃત્ય અથવા અકસ્માતને લીધે ઇજા થાય કે આકસ્મિક બીમાર પડે તો કેશલેસ તબીબી સારવાર પૂરી પાડવા માટે સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ અંગે એક ઠરાવ કરવામાં આવ્યો હતો .જેના અનુસંધાનમાં સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીઓને સુચના જારી કરવામાં આવી છે. પીએમજેએવાય યોજના હેઠળ એમ્પેનલ કરાયેલી હોસ્પિટલો ખાતે કેશલેસ સારવાર આપવામાં આવશે. ચૂંટણીની જાહેરાત થાય ત્યારથી માંડીને  ચૂંટણીનું પરિણામ જાહેર થાય ત્યાં સુધીના સમયગાળા દરમિયાન ચૂંટણી ફરજમાં રોકાયેલા સ્ટાફને જરૂર પડયે કેશલેસ નિશુલ્ક સારવાર અપાશે. ટાઇ અપ કરેલ સિવાયની અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધેલ હોય તેવા સંજોગોમાં જિલ્લા ચૂંટણી અધિકારીને ઘટનાની જાણ કરવાની રહેશે. કામગીરી સાથે સંકળાયેલ સ્ટાફ કે જેમાં ખાનગી વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે તેમને કેશલેસ સારવાર કે મેડિકલ રિએમ્બર્સમેન્ટની સુવિધાથી અજાણ હોય તો તેને પણ આકસ્મિક બીમાર થયેલ સ્વજનની અરજીની રાહ જોયા વિના ખર્ચ મજરે આપવાની કાર્યવાહી કરવાની રહેશે. આ ઉપરાંત દરેક જિલ્લામાં એક એવી અધ્યતન સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ કે જેને પીએમજેવાય યોજના હેઠળ એમ્પેનલ કરાયેલ ન હોય તેવી હોસ્પિટલની પણ ઓળખ કરીને કાયમી ધોરણે ટાઈ અપ કરવાની કાર્યવાહી કરવા મુખ્ય જિલ્લા તબીબી અધિકારીને જરૂરી સૂચના આપવા અને ચૂંટણી પૂર્વે તેની પુનઃ સમીક્ષા કરવા સૂચના અપાઈ છે. જોકે એમ્પેનલ કરાયેલી હોસ્પિટલોથી ચૂંટણી ફરજ પરનો તમામ સ્ટાફ માહિતગાર રહે તેની તાકીદ કરવા પણ કહ્યું છે.


Google NewsGoogle News