Get The App

વડોદરા ભાજપનું ફેસબુક એકાઉન્ટ અચાનક હેક થયું : ટેટુ પાડતો વિડીયો મુકાતા હેક થયાની જાણકારી મળી

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
વડોદરા ભાજપનું ફેસબુક એકાઉન્ટ અચાનક હેક થયું : ટેટુ પાડતો વિડીયો મુકાતા હેક થયાની જાણકારી મળી 1 - image

વડોદરા,તા.07 માર્ચ 2024,ગુરૂવાર

વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીનું ફેસબુક એકાઉન્ટ આજે અચાનક હેક થતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જે અંગે શહેર ભાજપએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.

  લોકસભાની ચૂંટણી પૂર્વે આજે વહેલી સવારે વડોદરા ભાજપનું ફેસબુક એકાઉન્ટ હેક કરી કોઈ હેકર્સ દ્વારા ટેટુ બનાવતો વિડિયો અપલોડ કરતા ફેસબુક એકાઉન્ટ સંચાલન કરતા કાર્યકર્તાને જાણ થતા તેણે ફેસબુક એકાઉન્ટ ફરી રીસ્ટોર કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. સાથે સાથે તેની જાણકારી શહેર પ્રમુખને પણ કરી હતી જે બાદ ફેસબુક એકાઉન્ટ હેક થયાની સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 વડોદરા ભાજપના ફેસબુક એકાઉન્ટ પર 23 હજારથી વધુ ફોલોઅર્સ છે ચૂંટણી પૂર્વે અચાનક વડોદરા ભાજપનું ફેસબુક એકાઉન્ટ હેક થતા કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.


Google NewsGoogle News