For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરાના ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાનુ ફેસબુક એકાઉન્ટ હેક

Updated: Apr 27th, 2024

વડોદરાના ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાનુ ફેસબુક એકાઉન્ટ હેક

Facebook Hack Vadodara BJP Corporator : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાનું ફેસબુક એકાઉન્ટ કોઈ ભેજાબાજે હેક કરી પૈસાની માંગણી કરી હતી જેની જાણ તેઓને થતા તાત્કાલિક સાયબર ક્રાઇમને જાણ કરી છે અને તેમના ફોલોઅર્સને પણ આ અંગે જાણકારી આપી કોઈએ વ્યવહાર કરવો નહીં તેવી સલાહ આપી છે.

વડોદરાના અધિકારી હોય કે રાજકારણી જાણીતા વ્યક્તિઓના ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભેજાબાજ દ્વારા નકલી બનાવવામાં આવતા હોય છે અથવા તો તેઓના જ એકાઉન્ટ હેક કરી ગમે તે રીતે ઠગાઈ કરવાનો પ્રયાસ કરતા હોવાના અનેક કિસ્સા ભૂતકાળમાં બન્યા છે. ત્યારે આજે વધુ એક ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાનું ફેસબુક એકાઉન્ટ પણ કોઈ ભેજાબાજે હેક કરી લીધું હોવાની જાણકારી બહાર આવી છે.

ભાજપના કોર્પોરેટરે પોતાનું ફેસબુક એકાઉન્ટ હેક થયાની જાણ થતાની સાથે જ તેમણે સાયબર ક્રાઇમમાં અરજી આપી જરૂરી કાર્યવાહી કરવા માંગણી કરી છે. સાથે સાથે તેમણે ફોલોઅર્સને પણ ફેસબુક એકાઉન્ટ હેક થયાની જાણ કરી કોઈપણ પ્રકારના આર્થિક વ્યવહાર નહીં કરવા જણાવ્યું છે.


Gujarat