Get The App

સંખ્યાબંધ વિસ્તારો ઉકરડામાં ફેરવાયા, બે દિવસમાં 3500 ટન કચરો નીકળ્યો

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News

સંખ્યાબંધ વિસ્તારો ઉકરડામાં ફેરવાયા, બે દિવસમાં 3500 ટન કચરો નીકળ્યો 1 - image

વડોદરાઃ પૂરના પાણી ઉતર્યા બાદ વડોદરા શહેરના સંખ્યાબંધ વિસ્તારો ઉકરડામાં ફેરવાઈ ગયા છે.બે જ દિવસમાં તંત્રની સફાઈ કામગીરીમાં ૩૫૦૦ ટન કચરો નીકળ્યો છે. હજી પણ ગંદકી યથાવત હોવાની અને સાફ સફાઈ નહીં થઈ રહી હોવાની બૂમો પડી રહી છે.

મળતી વિગતો પ્રમાણે તંત્ર દ્વારા પૂરના પાણી ઉતર્યા બાદ શુક્રવારે ૧૭૦૦ ટન અને શનિવારે ૧૮૦૦ ટન કચરો નીકળ્યો છે.આજે રાજ્ય સરકારે સફાઈ કામગીરીનું મોનિટરિંગ કરવા માટે નાયબ કલેકટર કક્ષાના ચાર અધિકારીઓનો નિમણૂક કરી છે.સફાઈ કામગીરીમાં ૫૫ જેસીબી કામે લગાડવામાં આવ્યા છે. ૫૦૦૦ સફાઈ કર્મીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કરી રહ્યા છે.ડોર ટુ ડોર કચરાના કલેકશન માટેના ૪૯૩ વાહનો તેમજ ૪૪ ડમ્પરો અને ૨૪ ટ્રેકટર કચરો ઉઠાવવા માટે મૂકવામાં આવ્યા છે.

જોકે હજી પણ શહેરની સંખ્યાબંધ સોસાયટીઓ અને રસ્તાઓ પર કચરાના ઢગલા પડેલા જોવા મળી રહ્યા છે.સ્થાનિક  લોકો સફાઈ નહીં થઈ રહી હોવાની બૂમો પાડી રહ્યા છે અને  સ્થાનિક કોર્પોરેટરોનો ફરિયાદ કરી રહ્યા છે.સૌથી ખરાબ સ્થિતિ વિશ્વામિત્રી આસપાસના સ્લમ વિસ્તારોની છે.જ્યાં હજી પણ સફાઈની કામગીરી માટે તંત્ર પહોંચ્યું નહીં હોવાની ફરિયાદો ઉઠી રહી છે.



Google NewsGoogle News