અગાઉ સાથે ભણતી યુવતીનો પીછો કરી હેરાન કરતા યુવકની ધરપકડ

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
અગાઉ સાથે ભણતી યુવતીનો પીછો કરી હેરાન કરતા યુવકની ધરપકડ 1 - image


માંજલપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષની યુવતીનો સતત પીછો કરી હેરાન કરતા યુવકની માંજલપુર પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા,તા.20 જાન્યુઆરી 2024,શનિવાર

વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષની  યુવતી અને વડસર ગામમાં રહેતો 25 વર્ષનો હર્ષ ભરતભાઈ પટેલ સાથે ભણતા હતા ત્યારથી બંને વચ્ચે પરિચય હતો. હર્ષનું મેરેજ થઈ ગયું છે તેમ છતાં યુવતી જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે સતત તેનો પીછો કરી વાતો કરવા માટે દબાણ કરી હેરાન કરતો હતો. અગાઉ પણ તેને આ રીતે યુવતીને હેરાન કરી હતી. હર્ષના આવા વર્તનથી કંટાળીને છેવટે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી હર્ષની ધરપકડ કરી છે.


Google NewsGoogle News