પાદરા તાલુકાના ગોરિયાદ ગામે લઘુશંકા કરવાના પ્રશ્ને વૃદ્ધા પર હુમલો
વડોદરા,તા.2 ઓક્ટોબર 2023,સોમવાર
વડોદરા જિલ્લા પાદરા તાલુકાના ગોરિયાદ ગામે લઘુશંકા કરવાના પ્રશ્ને વૃદ્ધા પર હુમલો કરનાર ચાર સામે ફરિયાદ નોંધી છે. પાદરા તાલુકાના ગોરિયાદ ગામે માળી ફળિયામાં રહેતા 65 વર્ષીય ઝવેરબેન બુધાભાઈ માળીએ પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે પાડોશમાં રહેતા સુરેશ માળી તેમના પત્ની સરોજબેન, ચીમન રામાભાઇ માળી અને કાજલબેન માળી 30 મી તારીખે સાંજે 8:00 વાગે ઝવેરબેનના ઘરે આવ્યા હતા અને તું અહીંયા કેમ પેશાબ કરવા બેસે છે ? કહી લાકડા વડે ઝવેરબેન અને તેમના પતિ બુધાભાઈ પર હુમલો કર્યો હતો ત્યારે છોડાવવા દીકરો અરુણ પડતા તેને પણ આ ચારેય ભેગા મળી માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ચારે વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.