Get The App

યુવતીએ પ્રેમ સંબંધની ના પાડી તો યુવકે લાફા માર્યા : યુવક ઘરની બહાર જ બેસી રહ્યો, માતાએ અભયમની મદદ માંગી

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
યુવતીએ પ્રેમ સંબંધની ના પાડી તો યુવકે લાફા માર્યા :  યુવક ઘરની બહાર જ બેસી રહ્યો, માતાએ અભયમની મદદ માંગી 1 - image


Vadodara News : પીડિત એક બહેને મદદ માંગતા અભયમ ટીમને જણાવ્યું હતું કે, તેમની દીકરીને એક છોકરો હેરાન કરે છે અને ઘરે આવીને લાફો માર્યો છે. ઘર આગળ બેસી રહ્યો છે. તેથી સમજાવવા મદદ માંગી હતી. આપેલ સરનામે અભયમની ટીમ પહોંચતા વિગતવાર મહિતિ મેળવતા જાણવા મળ્યું હતું કે, મહિલા બીજાના ઘરે ઘરકામ કરાવા જાય છે. તેમની દીકરી અને બીજા ત્રણ બાળકો ઘરે જ હોય છે. તેમના જ બાજુમાં રહેતો છોકરો ઘરે આવીને દીકરી સાથે પ્રેમ સબંધ માટે પૂછ્યું તો દીકરીએ ના પડી તો તે છોકરાએ લાફો માર્યો અને કહ્યું કે હા પાડવી જ પડશે, નહી તો તે ઘર આગળ જ બેસી રહેશે. આક્ષેપ ધરાવતા છોકરા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, છેલ્લા કેટલાક સમયથી અમો બન્ને ફોનથી વાતચીત કરીએ છીએ. તેથી તેઓએ પ્રેમ સબંધ માટેનો પ્રસ્તાવ મુક્યો હતો. છોકરીને પૂછતાં જણાવ્યું કે, તેઓ એક દોસ્તની રીતે વાતચીત કરતા હતા. તેઓએ ખોટો મતલબ કાઢ્યો છે, ઠપકો આપ્યો તો લાફો મારી દીધો. તેથી બન્નેને સમજાવતા જણાવ્યું કે, બન્ને ઉમરમાં નાના છે હજુ નાબાલિક છે. બનેનું ભણવાનું ચાલુ છે તો હાલ તેમાં ધ્યાન આપે. જે પછી છોકરાએ પણ માફી માંગી અને ફરી આવું ગેરવર્તન નહીં થાય તેની બાહેધરી આપતા સ્થળ પર સમાધાન થયું હતું.


Google NewsGoogle News