Get The App

વડોદરા : મકાન માલિકની દાદાગીરી સામે અભયમ સંસ્થા વિદ્યાર્થિનીની મદદે આવી

Updated: Apr 18th, 2024


Google NewsGoogle News
વડોદરા : મકાન માલિકની દાદાગીરી સામે અભયમ સંસ્થા વિદ્યાર્થિનીની મદદે આવી 1 - image


Abhayam Women Helpline Vadodara : જનરલ નોલેજના ક્લાસ કરવા છ માસના કરારથી રહેતી નવસારીની વિદ્યાર્થિનીને મકાન માલિક કાયદેસરની ડિપોઝિટ પરત આપતા ના હોય 181 મહિલા હેલ્પ લાઇનમાં મદદ માંગી હતી. અભયમ દ્વારા મકાન માલિકને કાયદેસર ડિપોઝિટ પરત આપવાં સંમત થતાં વિદ્યાર્થિનીએ અભયમનો આભાર માન્યો હતો.

મળતી માહિતિ મુજ્બ, છ માસના જનરલ નોલેજના ક્લાસ કરવા ગોરવા વિસ્તારમાં ભાડા કરારથી રૂમ રાખી રહેતી વિદ્યાર્થિનીના છ માસ પૂરા થતા એડવાન્સ આપેલા છ હજાર રૂપિયા મકાન માલિક આપવાં બહાનાબાજી કરતો હતો. બે દીવસ પરીક્ષા હોવાથી વિદ્યાર્થિની માતા રોકાયેલા જેના ત્રણ હજાર ખર્ચાના કાપવા પડશે તેમ જણાવતાં મધ્યમ વર્ગની વિદ્યાર્થિની મૂશ્કેલીમાં મુકાયી હતી. પોતાની પૂરી રકમ આપવાં વારંવાર વિનતી કરતા મકાન માલિક માનતા ના હોય આખરી ઉપાય તરીકે 181 મહિલા હેલ્પ લાઇનમાં મદદ માંગી હતી. અભયમ કાઉન્સેલરે મકાન માલિકને ભાડા કરાર મુજબ વ્યવહાર કરવા જણાવેલ જેથી તેઓએ ડિપોઝિટની પૂરતી રકમ વિદ્યાર્થિનીને પરત કરી હતી.


Google NewsGoogle News