વડોદરામાં માંજલપુરના યુવકને કેનેડાના વિઝા બનાવી આપવાનું કહી રૂ.40 લાખ પડાવ્યા
image : Freepik
Visa Fraud Vadodara : વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા યુવકને કેનેડાના પી.આર વિઝા કઢાવી આપવાનું કહી અમદાવાદના ઠગે રૂપિયા 40 લાખ પડાવી લીધા હતા. વિઝાની પ્રોસેસ કરી ન હોય રૂપિયા પરત આપી દેવા માંગણી કરવા છતાં ઠગ આપતો નથી. જેથી તેઓએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં એજન્ટ સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી મોનાલી પાર્ક સોસાયટીમાં રહેતી સ્નેહલ જયંતીભાઈ પટેલે ફરીયાદ નોંધાવી છે કે હું જમીન લે-વેચનું કામ કરે છે. મારા ફેમીલી સાથે કેનેડા ખાતે વેપાર ધંધા માટે જવું હોય મારા ઓળખીતા તપન કિરીટભાઈ જોષી (રહે.અમદાવાદ)ને જાણ કરતા તેઓએ વર્ષ-2019માં મને જણાવ્યું હતું કે, અમે કેનેડા ખાતે પી.આર વીઝા અપાવવાનું અને કેનેડા ખાતે કેનેડીયન ઇમીગ્રેશનના રજીસ્ટર્ડ ઈમીગ્રેશન વકીલ સાથે કામ કરીએ છીએ. તમારે કેનેડા ખાતે પી.આર વિઝા કઢાવવા હોય તો રૂ.40લાખ જેટલો ખર્ચ થશે. જેથી મારે તથા મારા પરીવારને કેનેડા ખાતે પી.આર વિઝા આધારે જવું હોય મેં એડવાન્સ ફી પેટે રૂ.7 લાખ બેંક બેંકનો ચેક તપન જોષીના નામનો લખી આપ્યો હતો. કેનેડાના પી.આર વિઝા આવ્યા ન હતા.
જેથી અમે તપનનો સંપર્ક કરતા તેઓએ જણા વ્યુ હતું કે, કોવિડના લીધે વિઝા એપૂવ થયા નથી અને તમારે મેડીકલ તથા બાયોમેટ્રીકસ કરાવવા માટે જવાનુ થશે તેમજ મને કેનેડીયન મેનીટોખા પ્રોવિનરન નોમીની પ્રોગ્રામ નામનો લેટર એપૂવલ થઇ ગયો છે જે લેટર મને મેઇલ કરી મોકલી આપ્યો હતો. પી.આર વિઝા થોડા સમયમાં આવી જશે તેમ કહી કોવિડના લીધે બેંકીગ સિસ્ટમ બંધ છે. જેથી તમારે બાકીના પૈસા રોકડા આપવા પડશે જેથી અમે તેમને બાકીના રૂ.33 લાખ રોકડા આપ્યા હતા. તેમને પૂરેપૂરી રકમ 40 લાખ ચૂકવી દીધી હોવા છતાં તેઓએ કેનેડાના પી.આર વિઝા આજ દિન સુધી બનાવી આપ્યા નથી. વિઝા ક્યારે આવશે તેમ પુછતાં તેઓ કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય, વિઝા ન થાય એમ હોય તો અમારા રૂ. 40 લાખ પરત આપવા માંગણી કરી હોવા છતાં રૂપિયા કે વિઝા તૈયાર નહીં કરી આપી છેતરપિંડી કરવામાં આવી છે.