વડોદરા : ક્લાસમેટ યુવતીના ઘરની ડુપ્લીકેટ ચાવી બનાવી યુવકે લેપટોપની ચોરી કરી
વડોદરા,તા.01 જુલાઈ 2023,શનિવાર
સાથે ભણતી યુવતી એ લેપટોપ ખરીદતા તેના ક્લાસમેટ યુવકે ડુપ્લીકેટ ચાવી બનાવી ઘરમાંથી લેપટોપની ચોરી કર્યાનો બનાવ બનતા પોલીસે યુવકની અટકાયત કરી છે.
સયાજીગંજ ડેરીડન નજીક પોલીસે એક યુવકને શકમંદ હાલતમાં જોતા તેની તપાસ દરમિયાન એક લેપટોપ મળી આવ્યું હતું. જેથી પોલીસે લેપટોપ બાબતે પૂછપરછ કરતા યુવકે ગલ્લા તલ્લા કરવા માંડ્યા હતા.
આખરે તેણે આ લેપટોપ માંજલપુરમાં રહેતી અને સાથે અભ્યાસ કરતી યુવતીનું હોવાની કબુલાત કરી હતી. લેપટોપ ચોરવા માટે યુવકે યુવતી પાસે સ્કૂટર માગ્યું હતું અને તેની ચાવી માંથી ઘરની ડુપ્લીકેટ ચાવી કરાવી ઘરમાં હાથ ફેરો કર્યો હતો. યુવકનું નામ જૈનિશ પટેલ (સંભોઈ ગામ,કરજણ) હોવાનું ખુલ્યું છે.