વડોદરામાં પાડોશી સાથે પાણી બાબતે બોલાચાલી થતા મહિલા રોડ પર સુઈ ગઈ

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
વડોદરામાં પાડોશી સાથે પાણી બાબતે બોલાચાલી થતા મહિલા રોડ પર સુઈ ગઈ 1 - image

વડોદરા,તા.26 ઓક્ટોબર 2023,ગુરૂવાર

વડોદરાના માણેજા ક્રોસિંગ પાસે ગઈકાલે સાંજે એક મહિલા રસ્તા વચ્ચે સુઈ ગઈ હતી અને મોતને વહાલું કરવા કોશિશ કરી હતી જોકે લોક ટોળામાંથી કોઈએ મકરપુરા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મહિલાને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. પાણીની લાઈનના બાબતે પાડોશી સાથે ઝઘડો થતા બનાવ્યો હોવાનું પોલીસમાં તેણે જણાવ્યું હતું.

મળતી માહિતી મુજબ માણેજા ગામના વુડાના મકાનમાં રહેતા શાહજહાંનબેન પઠાણને પાડોશીની પાણીની લાઈન લીક થતી હોવાથી ઘરમાં પાણી આવતું હતું તેથી પાણીની લાઈન બદલી નાખો તેવું પાડોશીને કહ્યું હતું તે બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો તેથી શાહજહાં બેને કોર્પોરેશનને જાણ કરી હતી કોર્પોરેશન દ્વારા કોઈ જ કાર્યવાહી થઈ ન હોવાથી તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ઉશ્કેરાટમાં આવી ગત સાંજે માણેજા ક્રોસિંગ પર વાહનથી ધમધમતા રોડ પર ઊંઘી ગયા હતા. તેમને રોડ પર સૂતેલા જોઈ એક જાગૃત નાગરિકે મકરપુરા પોલીસને જાણ કરી હતી પોલીસે આવી બેનને સમજાવ્યા હતા અને મામલો થાળેપાડ્યો હતો.


Google NewsGoogle News