વડોદરાના આજવા સરોવરમાં નવા નીર આવ્યા : વિશ્વામિત્રી બે કાંઠે વહેતી થઈ
image : Filephoto
- વડોદરામાં 24 કલાકમાં 19 મીમી વરસાદ: જિલ્લામાં સૌથી વધુ ડભોઇ ખાતે 69 મીમી નોંધાયો
વડોદરા,તા.17 જુલાઈ 2023,સોમવાર
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં નવા નીર આવતા આજવાની સપાટી 209.25 ફૂટે પહોંચી છે જ્યારે વિશ્વામિત્રી નદી બે કાંઠે થતા સપાટી 7.90 ફૂટે પહોંચી હતી.
દરમિયાન શહેરમાં મેઘરાજાએ બે દિવસથી સતત મેઘ મહેર થઇ રહી છે પરિણામે વાતાવરણમાં ગરમી ઓછી થવાના કારણે બફારાનું સામ્રાજ્ય ઓછું થયું છે શનિવારે મોડી રાત્રે ભારે વરસાદી ઝાપટુ આવ્યું હતું. જિલ્લા પુર નિયંત્રણ કક્ષના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકનો સૌથી વધુ વરસાદ ડભોઇ ખાતે 69 મીમી નોંધાયો હતો જ્યારે ડેસર અને સાવલી તદ્દન કોરા રહ્યા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં વડોદરા ખાતે 19મી મી, વાઘોડિયામાં-21 મી.મી., પાદરા-12 મી.મી., કરજણ-17 મી.મી, શિનોર-2 મી.મી. જેટલો વરસાદ નોંધાયો હતો.