કરજણ હાઇવે પરથી દારૂનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઈ

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
કરજણ હાઇવે પરથી દારૂનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઈ 1 - image


- દારૂની 1416 બોટલો, આઇસર, જીપીએસ સિસ્ટમ મળી 15.78 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના શખ્સની ધરપકડ

વડોદરા,તા.22 જાન્યુઆરી 2024,સોમવાર

કરજણ તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર ભરૂચથી વડોદરા તરફના ટ્રેક પર બામણગામની સીમમાં શિવ દર્શન હોટલ પાસે જિલ્લા ક્રાઈમ બ્રાન્ચની ટીમ વાહન ચેકિંગમાં હતી તે વખતે રાજસ્થાન પાસિંગની એક આઇસર ગાડી આવતા તેને રોકી તપાસ હાથ ધરી હતી. ગાડીમાં દારૂની 1416 બોટલો મળી હતી પોલીસે દારૂનો જથ્થો એક મોબાઈલ આઇસર ડોંગલ જીપીએસ સિસ્ટમ મળી રૂ.15.78 લાખનો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના બાડમેર જિલ્લામાં રહેતા હનુમાનારામ શંકરારામ બિશનોઈની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર મહેશગીરી મોહનગીરી ગોસ્વામી રહે બાડમેર જિલ્લા સહિત બે શખ્સોને ફરાર જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News